ટીમનું મનોબળ ઊંચું છે, ઍડીલેડ ટેસ્ટમાં આ જ પ્લેયર્સ સાથે રમીશું

27 November, 2024 09:52 AM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

પર્થ ટેસ્ટમાં કારમી હાર છતાં આૅસ્ટ્રેલિયન હેડ કોચ કહે છે...

ઍન્ડ્ર્યુ મૅક્ડોનાલ્ડ

ઑસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ ઍન્ડ્ર્યુ મૅક્ડોનાલ્ડે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ભારત સામેની કારમી હાર બાદ ટીમના પ્લેયર્સનો બચાવ કર્યો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પર્થ ટેસ્ટ માટે જે પ્લેયર્સ ડ્રેસિંગરૂમમાં હતા તે જ પ્લેયર્સ ઍડીલેડમાં પણ હશે. હંમેશાં ફેરફારો કરવા માટે વિચારણા કરવામાં આવે છે, પરંતુ ટીમની પસંદગી સંજોગો અનુસાર થાય છે. આ હારની જવાબદારી અમારા કોચિંગ સ્ટાફે પણ લેવી પડશે. આ હાર છતાં ટીમનું મનોબળ ઊંચું છે. અમારી વ્યૂહરચના યોગ્ય હતી, પરંતુ એનો અમલ થઈ શક્યો નથી.’

india australia border gavaskar trophy perth cricket news sports news sports