11 February, 2023 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાગપુર ટેસ્ટમાં પહેલા દિવસે બોલિંગ દરમ્યાન રવીન્દ્ર જાડેજાએ મોહમ્મદ સિરાજના હાથમાંથી ક્રીમ લઈને પોતાની આંગળી પર લગાડી હતી
નાગપુર ટેસ્ટમાં પહેલા દિવસે બોલિંગ દરમ્યાન રવીન્દ્ર જાડેજાએ મોહમ્મદ સિરાજના હાથમાંથી ક્રીમ લઈને પોતાની આંગળી પર લગાડી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ આ મામલે ઘણો વિવાદ થયો હતો. ભારતીય ટીમે આ મામલે રેફરી સમક્ષ ખુલાસો કર્યો હતો. ઑસ્ટ્રેલિયાનું મીડિયા આ મામલાને બૉલ ટેમ્પરિંગ સાથે જોડી રહ્યું છે. ભારતીય ટીમે સ્પષ્ટતા કરી હતી કે જાડેજાએ આંગળી પર દુખાવો મટાડતી ક્રીમ લગાડી હતી. તેણે બે સેશનમાં ૨૨ ઓવર બોલિંગ કરી હતી એથી તેની આંગળીમાં દુખાવો થયો હતો. એમાંથી રાહત મેળવવા માટે તેણે ક્રીમ પોતાની આંગળી પર લગાડી હતી. જોકે ઑસ્ટ્રેલિયાની ટીમે આ મામલે કોઈ ફરિયાદ મૅચ રેફરીને કરી નહોતી.