ટી૨૦ વર્લ્ડ કપ પછી તરત જ ભારત ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે

07 February, 2024 06:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ પાંચ મૅચની ટી૨૦ સિરીઝ રમશે: ભારતે છેલ્લે ૨૦૧૬માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે જુલાઈમાં પાંચ મૅચની ટી૨૦ સિરીઝ રમાશે. ભારતીય ટીમે ત્યાં છેલ્લે ૨૦૧૬માં પ્રવાસ ખેડ્યો હતો એટલે કે ૮ વર્ષ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેની ધરતી પર રમશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના કુલ ૯ દિવસ બાદ ભારતીય ટીમ પાંચ ટી૨૦ મૅચ રમશે.ટીમ ઇન્ડિયા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસે નીકળશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ કાર્યક્રમ વિશેની જાહેરાત મંગળવારે કરી હતી. આ પાંચ મૅચની ટી૨૦ સિરીઝની શરૂઆત ૬ જુલાઈથી થશે અને અંતિમ મૅચ ૧૪ જુલાઈના રોજ રમાશે. તમામ મૅચ હરારેમાં રમાશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની શરૂઆત ૧ જૂનથી થઈ રહી છે અને ફાઇનલ મૅચ ૨૯ જૂનના રોજ રમાશે. એટલે કે આ ટી૨૦ વર્લ્ડ કપના માત્ર ૯ દિવસ બાદ ભારત અને ઝિમ્બાબ્વેની ટી૨૦ સિરીઝની શરૂઆત થઈ જશે. 

ક્યાં અને ક્યારે મૅચ? 
પહેલી ટી૨૦ – ૬ જુલાઈ
બીજી ટી૨૦ – ૭ જુલાઈ
ત્રીજી ટી૨૦ – ૧૦ જુલાઈ
ચોથી ટી૨૦ – ૧૩ જુલાઈ
પાંચમી ટી૨૦ – ૧૪ જુલાઈ

તમામ મૅચ હરારેમાં રમાશે.

 

cricket news indian cricket team sports news sports zimbabwe