મારા અને વિરાટના સંબંધો...: ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે કર્યો મોટો ખુલાસો

22 July, 2024 05:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

India Tour of Sri Lanka 2024: ગૌતમ ગંભીરે સૂર્ય કુમાર યાદવને કેપ્ટન બનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

ગૌતમ ગંભીર

ઈન્ડિયન ક્રિકેટ ટીમ 27 તારીખથી શરૂ થનારી શ્રીલંકા સામેની ત્રણ ટી-20 અને ત્રણ ઓડીઆઇ મેચ રમવા (India Tour of Sri Lanka 2024) માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓની તૈયારી બાબતે અનેક સમચાર સામે આવ્યા હતા તેમ જ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવેલા ખેલાડીઓને લઈને પણ જોરદાર ચર્ચા શરૂ થઈ છે. જો કે હાલમાં ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને નવા હેડ કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી વિશે જણાવતા કહ્યું કે, "વિરાટ કોહલી સાથે મારો સંબંધ અમારા બંને વચ્ચે છે, ટીઆરપી માટે નહીં. વિરાટ કોહલી સાથે મારો કેવો સંબંધ છે, તે TRP માટે નથી. અત્યારે અમે બંને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ, અમે 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. મેદાનની બહાર મારો તેની સાથે સારો સંબંધ છે. હું તેની સાથે મેચ દરમિયાન અથવા પછી કેટલી વાત કરું તે મહત્ત્વનું નથી. વિરાટ પ્રોફેશનલ છે, વર્લ્ડ ક્લાસ એથ્લેટ છે અને આશા છે કે તે આ રીતે જ રહેશે."

વિરાટ સાથે સંબંધો સિવાય ગંભીરે કોહલી અને રોહિતના (India Tour of Sri Lanka 2024) ભવિષ્ય વિશે પણ વાત કરી અને કહ્યું, "વિરાટ અને રોહિત બંને પાસે હજુ ઘણું ક્રિકેટ બાકી છે, તેઓ વર્લ્ડ ક્લાસ છે, કોઈપણ ટીમ આ બંનેને સામેલ કરી શકે છે - ચેમ્પિયન્સ ટ્રોફી છે, ઓસ્ટ્રેલિયા છે, સિરીઝ છે કે પછી જો ફિટનેસ સારી રહેશે તો તેઓ 2027નો વર્લ્ડ કપ રમશે. ગૌતમ ગંભીરે સૂર્ય કુમાર યાદવને કેપ્ટન બનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ગંભીરે કહ્યું કે અમે એવા ખેલાડીને બનાવવા માગતા હતા જે લાંબા સમય સુધી કેપ્ટન તરીકે રમી શકે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ફિટનેસને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અમે એવા ખેલાડીને કેપ્ટન તરીકે જોવા માંગીએ છીએ જે બને તેટલી મેચ રમી શકે. હાર્દિક એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે, તેની કુશળતા દુર્લભ છે પરંતુ ફિટનેસ દેખીતી રીતે એક પડકાર છે અને અમે ઈચ્છીએ છીએ કે કોઈ એવો કેપ્ટન બને જે હંમેશા ઉપલબ્ધ રહે.

નવા હેડ કોચ ગંભીરે મોહમ્મદ શમીની (India Tour of Sri Lanka 2024) ટીમમાં પછી વાપસી અંગે પણ વાતચીત કરી હતી. ગંભીરે કહ્યું, " શમીએ ટીમમાં પાછા આવા માટે બૉલિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતની પહેલી ટેસ્ટ 19 સપ્ટેમ્બરે છે. જેથી આ સમય સુધીમાં તે ટીમમાં પાછો આવશે કે નહીં તે અંગે એનસીએના લોકો સાથે વાત કરવી પડશે."

gautam gambhir virat kohli hardik pandya rohit sharma suryakumar yadav mohammed shami indian cricket team cricket news sri lanka sports sports news