રોહિત શર્માનો આગ્રહ તમારી સાથે ખાસ પળોને એન્જૉય કરવી છે, સાંજે આવો જીતનો જશન મનાવવા

04 July, 2024 08:15 AM IST  |  Barbados | Gujarati Mid-day Correspondent

આજે પાંચ વાગ્યે ટીમ ઇન્ડિયાની NCPAથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં વિક્ટરી પરેડ : નરીમાન પૉઇન્ટથી પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાય ઓવર સુધી બન્ને બાજુનો રસ્તો આજે સવારે ૭ વાગ્યાથી જ બંધ કરી દેવાશે

ટીમને ભારત લાવતી ફ્લાઇટમાં વર્લ્ડ કપ સાથે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ

T20 વર્લ્ડ કપ જીતીને આજે પાછી ફરેલી ભારતીય ટીમ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મુંબઈ આવી રહી છે અને આજે સાંજે પાંચ વાગ્યે નરીમાન પૉઇન્ટના નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ‍્સ (NCPA)થી વાનખેડે સ્ટેડિયમ સુધી એક કિલોમીટરની વિક્ટરી પરેડ રાખવામાં આવી છે. બે કલાક ચાલનારી આ પરેડને લઈને આખી ટીમ તો ઉત્સાહિત છે જ, પણ કૅપ્ટન રોહિત શર્મા એને લઈને બહુ જ એક્સાઇટેડ છે. તેણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી જેમાં લખ્યું હતું કે ‘અમે તમારા બધાની સાથે આ ખાસ પળોને એન્જૉય કરવા માગીએ છીએ. તો ચાલો ૪ જુલાઈએ સાંજે પાંચ વાગ્યે મરીન.

ટીમ ઇન્ડિયાનું મુંબઈનું શેડ્યુલ

બપોરે ૨ વાગ્યે : ઇન્ડિયન ટીમ દિલ્હીથી ફ્લાઇટમાં મુંબઈ આવવા રવાના થશે
સાંજે ૪ વાગ્યે : મુંબઈ ઍરપોર્ટ પર ઊતરીને બસમાં નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ‍્સ (NCPA) માટે રવાના થશે
સાંજે પાંચ વાગ્યે : ટીમ NCPA પહોંચશે. ત્યાર બાદ ઓપન બસમાં વિક્ટરી પરેડની શરૂઆત થશે
સાંજે પાંચથી ૭ વાગ્યે : ઓપન બસમાં વિક્ટરી પરેડ
સાંજે ૭થી ૭.૩૦ વાગ્યે : વાનખેડે સ્ટેડિયમમાં ફંક્શન
રાત્રે ૭.૩૦ વાગ્યે : ટીમ કોલાબામાં આવેલી તાજ હોટેલ માટે રવાના થશે

t20 world cup india indian cricket team rohit sharma virat kohli suryakumar yadav Rishabh Pant shivam dube hardik pandya ravindra jadeja axar patel arshdeep singh Kuldeep Yadav jasprit bumrah Yuzvendra Chahal sanju samson rinku singh yashasvi jaiswal cricket news sports sports news