30 August, 2024 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઑક્ટોબરમાં શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. UAEમાં યોજાનારા આ વર્લ્ડ કપ માટે એક પછી એક ટીમ જાહેર થઈ રહી છે એવામાં ૧૫ સભ્યોની ભારતીય સ્ક્વૉડને લઈને કેટલાક રસપ્રદ આંકડા જાણવા મળ્યા છે. કૅપ્ટન હરમનપ્રીત કૌર (૩૫ વર્ષ ૧૭૪ દિવસ) આ ટીમની સૌથી ઓલ્ડેસ્ટ ખેલાડી છે, જ્યારે ઓપનર શફાલી વર્મા (૨૦ વર્ષ ૨૧૪ દિવસ) સૌથી યંગેસ્ટ ખેલાડી છે. વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (૨૦ વર્ષ ૩૩૬ દિવસ) આ ટીમની યંગેસ્ટ ખેલાડીઓમાંની એક છે.
૧૫ સભ્યોની ટીમમાં માત્ર હરમનપ્રીત કૌર અને આશા શોભના જ એવી ખેલાડી છે જેમની ઉંમર ૩૦ પ્લસ છે. ૧૩ ખેલાડીઓની ઉંમર ૩૦ વર્ષથી નીચે છે. આ લિસ્ટમાં માત્ર ચાર ભારતીય એવી છે જે ૧૦૦ પ્લસ ઇન્ટરનૅશનલ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. સાત ખેલાડી એવી છે જેમને ૫૦થી ઓછી મૅચ રમવાનો અનુભવ છે. આશા છે કે આ વર્લ્ડ કપમાં યંગસ્ટર્સથી ભરેલી આ ટીમ અનુભવી કૅપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં દેશને પહેલો મહિલા T20 વર્લ્ડ કપ અપાવશે.
કોને કેટલી T20 મૅચ રમવાનો અનુભવ?
હરમનપ્રીત કૌર (૩૫ વર્ષ) - ૧૭૩
સ્મૃતિ માન્ધના (૨૮ વર્ષ) - ૧૪૧
શફાલી વર્મા (૨૦ વર્ષ) - ૮૧
દીપ્તિ શર્મા (૨૭ વર્ષ) - ૧૧૭
જેમિમા રૉડ્રિગ્સ (૨૩ વર્ષ) - ૧૦૦
રિચા ઘોષ (૨૦ વર્ષ) - ૫૫
યસ્તિકા ભાટિયા (૨૩ વર્ષ) - ૧૯
પૂજા વસ્ત્રાકર (૨૪ વર્ષ) - ૭૦
અરુંધતી રેડ્ડી (૨૭ વર્ષ) - ૨૯
રેણુકા સિંહ ઠાકુર (૨૮ વર્ષ) - ૪૭
દયાલન હેમલતા (૨૯ વર્ષ) - ૨૩
આશા શોભના (૩૩ વર્ષ) - ૦૩
રાધા યાદવ (૨૪ વર્ષ) - ૮૦
શ્રેયંકા પાટીલ (૨૨ વર્ષ) - ૧૨
સજના સજીવન (૨૯ વર્ષ) – ૦૯