31 December, 2024 09:06 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા સામેની હાર છતાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ ટેબલમાં ભારતને કોઈ સ્થાનનું નુકસાન નથી થયું. જોકે ત્રીજા ક્રમે રહીને પણ ટીમની પૉઇન્ટ ટકાવારી ઘટી છે. ભારતની પૉઇન્ટ ટકાવારી ૫૫.૮૮થી ૫૨.૭૮ની થઈ છે, જ્યારે બીજા ક્રમે રહેલી ઑસ્ટ્રેલિયાની પૉઇન્ટ ટકાવારી વધીને ૫૮.૮૯થી ૬૧.૪૬ થઈ છે. સાઉથ આફ્રિકા (૬૬.૬૭) પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને પહેલી વાર WTC ફાઇનલમાં પહોંચી ગઈ છે.
હવે સિડનીમાં ટેસ્ટ જીતીને જ ભારતીય ટીમ ફાઇનલિસ્ટ બનવાની રેસમાં ટકી શકશે. ત્યાર બાદ રોહિત ઍન્ડ કંપનીએ ૨૦૨૫ની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાનારી ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાની બે મૅચની ટેસ્ટ-સિરીઝ પર નજર રાખવી પડશે. આ ટેસ્ટ-સિરીઝમાં યજમાન ટીમ શ્રીલંકાનો જેટલો દબદબો રહેશે એટલી ભારતીય ટીમની ફાઇનલ માટે ક્વૉલિફિકેશનની તક વધશે.
WTC પૉઇન્ટ ટેબલ
સાઉથ આફ્રિકા ૬૬.૬૭
ઑસ્ટ્રેલિયા ૬૧.૪૬
ભારત ૫૨.૭૮
ન્યુ ઝીલૅન્ડ ૪૮.૨૧
શ્રીલંકા ૪૫.૪૫
ઇંગ્લૅન્ડ ૪૩.૧૮
બંગલાદેશ ૩૧.૨૫
પાકિસ્તાન ૩૦.૩૦
વેસ્ટ ઇન્ડીઝ ૨૪.૨૪
આૅસ્ટ્રેલિયાની પૉઇન્ટ ટકાવારી વધી, ભારતની ઘટી