25 March, 2023 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આગામી સપ્ટેમ્બરમાં વન-ડેનો એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાવાની સંભાવના છે. ભારતે પોતાના ક્રિકેટર્સને પાકિસ્તાનમાં મોકલવાની સ્પષ્ટ ના પાડી હોવાથી ભારતની મૅચો ચારમાંથી કોઈ એક તટસ્થ દેશના મેદાન પર રમાશે. ભારત માટે જે ચાર દેશનાં ન્યુટ્રલ ગ્રાઉન્ડ નક્કી થઈ રહ્યાં છે એમાં યુએઈ, ઓમાન, શ્રીલંકા અને ઇંગ્લૅન્ડનો સમાવેશ છે. ભારત અને પાકિસ્તાનની ઓછામાં ઓછી બે મૅચ આ સ્પર્ધામાં રમાશે અને એ મૅચ આ ચારમાંથી કોઈ એક ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમાશે.
છ દેશ વચ્ચે રમાનારી આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. એવું મનાય છે કે બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડ ન્યુટ્રલ ગ્રાઉન્ડની બાબતમાં સમાધાનકારી ઉકેલ લાવી રહ્યાં છે. નેપાલ પણ ભારતના ગ્રુપમાં છે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બંગલાદેશ છે.