13 October, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોનીની નવી હેરસ્ટાઇલ
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની હેરસ્ટાઇલથી ફરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લૉન્ગ હેરસ્ટાઇલમાં દેખાતા ધોનીએ નવા સ્ટાઇલિશ લુક માટે ફરી એક વાર પોતાના લાંબા વાળનો ત્યાગ કર્યો છે.
આ છે DSP મોહમ્મદ સિરાજ ઑન ડ્યુટી
શુક્રવારે તેલંગણના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DSP) તરીકેનો ચાર્જ સંભાળનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હાલમાં નવા અવતારમાં જોવા મળ્યો હતો. ખાખી વરદીમાં મોહમ્મદ સિરાજનો ફોટો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. ઑગસ્ટ મહિનામાં તેલંગણ કૅબિનેટે સિરાજને DSP કૅડરની ગ્રુપ-વન પોસ્ટ ઑફર કરવાનો ઠરાવ કર્યો હતો. ગઈ કાલે તેણે પોલીસનો યુનિફૉર્મ પહેરીને ડ્યુટી માટે રિપોર્ટિંગ કર્યું હતું.