India Lost: ઑસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું વર્લ્ડ કપનું સપનું, છઠ્ઠી વખત બની ચેમ્પિયન

23 November, 2023 01:12 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઑસ્ટ્રેલિયન ટીમે ફરી એકવાર ODI વર્લ્ડ કપ (World Cup)નું ટાઇટલ કબજે કર્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાએ યજમાન ભારતને 6 વિકેટે હરાવ્યું (India Lost) હતું

ઑસ્ટ્રેલિયન સ્કવોડની ફાઇલ તસવીર

ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઑસ્ટ્રેલિયન ટીમે ફરી એકવાર ODI વર્લ્ડ કપ (World Cup 2023)નું ટાઇટલ કબજે કર્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાએ યજમાન ભારતને 6 વિકેટે હરાવ્યું (India Lost) હતું. આ જીત સાથે ઑસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત ટાઈટલ પર કબજો કર્યો છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાની ટીમ 2015માં ચેમ્પિયન બની હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાને બીજી વખત ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં 2003માં જ ઑસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને માત આપી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાયેલી મેચમાં ઑસ્ટ્રેલિયા (Australia)એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 240 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ઑસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી (Virat Kohli)એ 63 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેએલ રાહુલે 107 બોલમાં એક ફોરની મદદથી 66 રન બનાવ્યા હતા. તે જ સમયે ટીમના કેપ્ટન રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તે 47 રન પર આઉટ થઈ ગયો હતો.

ઑસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે 43 ઑવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જોકે, ઑસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. 50 રનની અંદર ત્રણ ખેલાડી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ટ્રેવિસ હેડ મેચનો હીરો રહ્યો હતો. તેણે માર્નસ લાબુશેન સાથે ચોથી વિકેટ માટે 215 બોલમાં 192 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. હેડે 120 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 137 રનની ઇનિંગ રમી હતી. ભારતના જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

india australia world cup narendra modi stadium cricket news sports sports news