ઝુલન ગોસ્વામીનું કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં નામ અમર થયું

24 January, 2025 03:17 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ભારતમાં આ પ્રકારનું સન્માન મેળવનાર તે પહેલી મહિલા ક્રિકેટર પણ બની છે. સ્ટેડિયમમાં કર્નલ એન. જે. નાયર સ્ટૅન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

ઝુલન ગોસ્વામી

ભારત અને ઇંગ્લૅન્ડ મેન્સ ટીમની પહેલી T20 ઇન્ટરનૅશનલ મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના નામના સ્ટૅન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતમાં આ પ્રકારનું સન્માન મેળવનાર તે પહેલી મહિલા ક્રિકેટર પણ બની છે. સ્ટેડિયમમાં કર્નલ એન. જે. નાયર સ્ટૅન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શહીદ કર્નલ અશોક ચક્ર અને કીર્તિ ચક્ર બન્ને મેળવનાર દેશના એકમાત્ર સૈનિક છે.

સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરી પદ્‍‍મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા એવી પશ્ચિમ બંગાળની ૪૨ વર્ષની ઝુલન ગોસ્વામીએ લખ્યું : ‘એક યુવા છોકરી તરીકે મેં હંમેશાં ઈડન ગાર્ડન્સમાં ક્રિકેટ રમવાનું સ્વપ્ન જોયું હતું. આજે મારા નામવાળા સ્ટૅન્ડની સામે ઊભા રહેવું એ એક સ્વપ્ન જેવું લાગે છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મારી ક્રિકેટસફરનો ભાગ રહેલા દરેકનો આભાર.’

india england kolkata indian womens cricket team cricket news sports news sports