નવી ટી૨૦ લીગમાં ફરી સામસામે ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન

01 February, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી એશિયન લેજન્ડ લીગમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ ટીમ ટકરાશે

ઈરફાન પઠાણ

દિલ્હીમાં આજે એક નવી ટી૨૦ લીગની જાહેરાત કરવામાં આવી છે. આજે દિલ્હીમાં એશિયન લેજન્ડ લીગની પહેલી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ રોમાંચક ટી૨૦ ટુર્નામેન્ટમાં એશિયાના પાંચ મોટા દિગ્ગજ ક્રિકેટિંગ દેશ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ સામસામે ટકરાશે અને આ ટીમમાં તમામ દેશના દિગ્ગજ ક્રિકેટરો પણ રમશે. આ લીગની શરૂઆત ૧૩ માર્ચે થશે અને અંતિમ મૅચ ૨૧ માર્ચે રમાશે.

ઇરફાન પઠાણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે
લીગના કમિશનર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ આજે પ્રેસ-કૉન્ફરન્સમાં આ સંદર્ભની જાહેરાત કરી હતી, જેમાં પાંચ ફ્રૅન્ચાઇઝીનાં નામ તથા એમાં આઇકૉનિક ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ ઇન્ડિયન્સ રૉયલ્સ ટીમનો ભાગ હશે, તો પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાન પાકિસ્તાન સ્ટાર્સ તરફથી મેદાનમાં ઊતરશે. શ્રીલંકા લાયન્સ ટીમમાં ભૂતપૂર્વ ઓપનર ક્રિકેટર ઉપુલ થરંગા જોડાયો છે, તો અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ સુકાની અસગર અફઘાન અફઘાનિસ્તાન પઠાન્સ ટીમ તરફથી મેદાનમાં ઊતરશે. મોહમ્મદ અશરફુલ બંગલાદેશ ટાઇગર ટીમ તરફથી મેદાનમાં ઊતરશે.

sports news sports indian cricket team cricket news irfan pathan pakistan