સાઉથ આફ્રિકા સામે કોણ રમશે WTC ફાઇનલ : ટીમ ઇન્ડિયા કે ઑસ્ટ્રેલિયા?

30 December, 2024 02:44 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

૨૦૨૫ની ૧૧થી ૧૫ જૂન વચ્ચે આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમે એન્ટ્રી મારી છે. બીજી સેમી ફાઇનલિસ્ટ ટીમ બનવા માટે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક રેસ જોવા મળશે.

રોહિત શર્મા, પૅટ કમિન્સ

૨૦૨૫ની ૧૧થી ૧૫ જૂન વચ્ચે આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમે એન્ટ્રી મારી છે. બીજી સેમી ફાઇનલિસ્ટ ટીમ બનવા માટે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક રેસ જોવા મળશે. દાવેદારી નોંધાવવા ભારત પાસે મેલબર્ન અને સિડનીની ટેસ્ટ છે, જ્યારે ઑસ્ટ્રેલિયા પાસે આ બે ટેસ્ટ સહિત શ્રીલંકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝ પણ છે. કેટલાંક સમીકરણ હેઠળ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે.

ઑસ્ટ્રેલિયા સામે બાકીની ટેસ્ટ-મૅચ જીતીને ભારતીય ટીમ ૩-૧થી  બૉર્ડર-ગાવસકર ટ્રોફી જીતીને ફાઇનલ માટેની ટિકિટ પણ બુક કરાવશે, કારણ કે એની પૉઇન્ટ ટકાવારી લગભગ ૬૦.૫૩ થઈ જશે. ભારત સામે બે ટેસ્ટ હાર્યા બાદ ઑસ્ટ્રેલિયા શ્રીલંકા સામેની બે ટેસ્ટ જીતશે તો પણ એની પૉઇન્ટ ટકાવારી ૫૭.૦૨ થશે. જ્યારે કાંગારૂઓ સામે બે ટેસ્ટ જીતીને શ્રીલંકાની પૉઇન્ટ ટકાવારી ૫૩.૮૫ સુધી જ પહોંચી શકશે.

ઑસ્ટ્રેલિયામાં એક ડ્રૉ અને એક જીત સાથે ભારતીય ટીમ ૫૭.૦૨ની પૉઇન્ટ ટકાવારી મેળવી શકશે. આ કિસ્સામાં ઑસ્ટ્રેલિયા શ્રીલંકા સામે એક જીત અને એક ડ્રૉ મૅચ રમશે તો ભારત ક્વૉલિફાય થશે. ઑસ્ટ્રેલિયા આ કિસ્સામાં બે ટેસ્ટ જીતીને ૫૮.૭૭ની પૉઇન્ટ ટકાવારી મેળવી શકે છે.

ઑસ્ટ્રેલિયા સામે એક જીત અને એક હારથી ભારતની પૉઇન્ટ ટકાવારી ૫૫.૨૬ થશે. જો શ્રીલંકા ઑસ્ટ્રેલિયા માટે ૧-૦થી ટેસ્ટ-સિરીઝ જીતશે તો ભારત ક્વૉલિફાય થશે.

ઑસ્ટ્રેલિયામાં બે ડ્રૉ મૅચથી ભારત ૫૩.૫૧ના સ્કોર પર પહોંચશે. આ કિસ્સામાં શ્રીલંકા જો ૨-૦થી સિરીઝ જીતશે તો ભારત બાજી મારશે, જ્યારે ઑસ્ટ્રેલિયા એક જીત સાથે ક્વૉલિફાય થઈ શકશે.

જો ભારત કાંગારૂઓની ધરતી પર એક ટેસ્ટ ડ્રૉ કરે અને એક હારશે તો એનો સ્કોર ૫૧.૭૫ થશે અને એ રેસમાંથી બહાર થઈ જશે ત્યારે શ્રીલંકા સામે ૨-૦ની હાર છતાં ઑસ્ટ્રેલિયા ફાઇનલિસ્ટ બનશે.  

WTC પૉઇન્ટ્સ-ટેબલ

સાઉથ આફ્રિકા     ૬૬.૬૭

ઑસ્ટ્રેલિયા           ૫૮.૮૯

ભારત    ૫૫.૮૮

ન્યુ ઝીલૅન્ડ           ૪૮.૨૧

શ્રીલંકા   ૪૫.૪૫

ઇંગ્લૅન્ડ  ૪૩.૧૮

બંગલાદેશ            ૩૧.૨૫

પાકિસ્તાન            ૩૦.૩૦

વેસ્ટ ઇન્ડીઝ         ૨૪.૨૪

south africa india australia world test championship melbourne sydney border gavaskar trophy sri lanka cricket news sports news sports