ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૧-૨થી પાછળ : આવતી કાલે ચોથી મૅચ

16 December, 2022 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૭ બૉલમાં ત્રણ સિક્સર અને ૯ ફોરની મદદથી ૭૫ રન બનાવનાર એલીસ પેરીને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો

હરમનપ્રીત કૌર

ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે બુધવારે બ્રેબર્નમાં પાંચ મૅચવાળી ટી૨૦ સિરીઝની ત્રીજી મૅચમાં ભારતને ૨૧ રનથી હરાવીને ૨-૧થી સરસાઈ મેળવી હતી. ૪૭ બૉલમાં ત્રણ સિક્સર અને ૯ ફોરની મદદથી ૭૫ રન બનાવનાર એલીસ પેરીને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. ઑસ્ટ્રેલિયાએ ૮ વિકેટે ૧૭૨ રન બનાવ્યા બાદ ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૧ રન બનાવી શકી હતી, જેમાં શેફાલી વર્મા (બાવન રન, ૪૧ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર), હરમનપ્રીત (૩૭ રન, ૨૭ બૉલ, છ ફોર) અને દીપ્તિ શર્મા (પચીસ અણનમ, ૧૭ બૉલ, ત્રણ ફોર)નાં મુખ્ય યોગદાનો હતાં. મંધાના એક જ રન બનાવી શકી હતી. આવતી કાલે સિરીઝની ચોથી મૅચ (સાંજે ૭.૦૦ વાગ્યાથી) રમાશે.

sports news sports cricket news indian womens cricket team t20 international