15 December, 2022 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્લી ગાલા
‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટાર ઑલરાઉન્ડર હર્લી ગાલા ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટી૨૦ મૅચ જોવા બ્રેબર્ન સ્ટેડિયમમાં આવી હતી. ૧૬ વર્ષની હર્લીને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટેની તેમ જ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં રમાનારા સૌપ્રથમ અન્ડર-19 ગર્લ્સ ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. તેની ભારત વતી આ પહેલી જ મોટી સ્પર્ધા છે અને એ ટીમની કૅપ્ટન શેફાલી વર્મા તથા વિકેટકીપર રિચા ઘોષનો ઉત્સાહ વધારવા પોતાના પરિવાર સાથે હર્લી બ્રેબર્નમાં આવી હતી. ટીનેજ ખેલાડીઓ શેફાલી અને રિચા હાલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ઇન્ડિયા-વિમેન્સ ટીમમાં છે. હર્લી રવિવારે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થશે. ૧૧ ડિસેમ્બરની ભારતના વિજયવાળી ટાઇ મૅચમાં રિચાનું મોટું યોગદાન હતું.
સાઉથ આફ્રિકાના અન્ડર-19 ગર્લ્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને સાઉથ આફ્રિકા, સ્કૉટલૅન્ડ, યુએઈ સાથે ગ્રુપ ‘ડી’માં મૂકવામાં આવ્યું છે.