વન-ડે અને T20 વર્લ્ડ કપમાં હવે ભારત-પાકિસ્તાનનો સ્કોર ૧૫-૧

11 June, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 ઇન્ટરનૅશનલમાં પહેલી વખત પાકિસ્તાન સામે ઑલઆઉટ થયું ભારત: હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં રિષભ પંત અને જસપ્રીત બુમરાહ બન્યા ‘સંકટમોચક’

રિષભ પંતે ૪૨ રન ફટકાર્યા હતા અને ત્રણ શાનદાર કૅચ પકડ્યા હાતe.

૯ જૂને ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની સૌથી રોમાંચક મૅચ રમાઈ હતી. વરસાદના વિઘ્નને કારણે ટૉસ અને મૅચ શરૂ થવામાં મોડું થયું, પણ પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બૅટર્સ ઝડપથી આઉટ થઈને પૅવિલિયનમાં બેસી ગયા. ટૉસ જીતીને બૉલિંગ કરવા ઊતરેલી બાબરસેનાએ રોહિતસેનાને ૧૧૯ રનમાં ઑલઆઉટ કરી હતી. T20 ઇન્ટરનૅશનલમાં પહેલી વખત ભારતીય ટીમ પાકિસ્તાન સામે ઑલઆઉટ થઈ હતી. જોકે ત્યાર બાદ ભારતીય બોલર્સે એવો તરખાટ મચાવ્યો કે પાકિસ્તાની બૅટર્સ ૧૨૦ રન પણ ચેઝ ન કરી શક્યા અને ૭ વિકેટે ૧૧૩ રન બનાવી ૬ રને હાર્યા.

ભારત માટે વિકેટકીપર-બૅટર રિષભ પંતે ૬ ચોગ્ગાની મદદથી સૌથી વધુ ૪૨ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ૩ વિકેટ નસીમ શાહે લીધી હતી. પાકિસ્તાની બોલર્સનો એવો ખોફ હતો કે પ્રથમ ઇનિંગ્સમાં રોહિત શર્મા અને અક્ષર પટેલે જ એક-એક સિક્સર ફટકારી હતી. સામે ભારતીય બૉલર્સે પણ પોતાની કમાલ બતાવીને માત્ર મોહમ્મદ રિઝવાન (૩૧ રન) અને ફખર ઝમાનને એક-એક સિક્સર ફટકારવા દીધી હતી.

૧૨૦ રનનો ટાર્ગેટ ચેઝ કરવો પાકિસ્તાની ટીમ માટે સરળ હતો. ૧૦ ઓવર સુધી પાકિસ્તાને માત્ર ૧ વિકેટ ગુમાવીને ૫૭ રન બનાવ્યા હતાં, પણ અંતિમ ૧૦ ઓવરમાં બુમરાહ (૩ વિકેટ), હાર્દિક પંડ્યા (બે વિકેટ), અર્શદીપ સિંહ (૧ વિકેટ) અને અક્ષર પટેલ (૧ વિકેટ) સહિતના બોલર્સે એવી ચુસ્ત બોલિંગ કરી કે પાકિસ્તાની બૅટર્સ રન લેવાનું જ ભૂલી ગયા. આ સાથે વન-ડે અને T20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામેનો સ્કોર ૧૫-૧ થયો છે. વન-ડેમાં ભારતીય ટીમ તમામ ૮ મૅચ જીત્યું છે, જ્યારે T20માં પાકિસ્તાન ૧ અને ભારત ૭ મૅચ જીત્યું છે.

ત્રણ શાનદાર કૅચ પકડનાર પંતને મળ્યો બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ

પાકિસ્તાન સામે રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે એક યુનિટ તરીકે કામ કરનાર ભારતીય ખેલાડીના કો-ઑર્ડિનેશનની પ્રશંસા કરી હતી. આ વખતે તેમણે બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ આપવા માટે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આમંત્રિત કર્યા હતા. કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કાર-અકસ્માતની ઈજાઓમાંથી બહાર આવીને શાનદાર પ્રદર્શન કરનાર વિકેટકીપર-બૅટર રિષભ પંતને આ અવૉર્ડ આપ્યો હતો. રિષભ પંતે બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાનના મિડલ ઑર્ડરની ત્રણ વિકેટ લઈને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

ભારત
પ્રથમ ૧૦ ઓવર ઃ ૮૧/૩
પછીની ૯ ઓવર ઃ ૩૮/૭
ફાઇનલ ટોટલ ઃ ૧૧૯/૧૦
પાકિસ્તાન
પ્રથમ ૧૦ ઓવર ઃ ૫૭/૧
છેલ્લી ૧૦ ઓવર ઃ ૫૬/૬
ફાઇનલ ટોટલ ઃ ૧૧૩/૭

પરંતુ બૅટિંગમાં અમે સતત બે વિકેટ ગુમાવી અને ઘણા બધા ડૉટ બૉલ પણ રમ્યા. અમારી યોજના આરામથી રમવાની અને લક્ષ્ય સુધી પહોંચવાની હતી. અમારો પ્રયાસ માત્ર સ્ટ્રાઇક-રોટેશનનો અને ખરાબ બૉલ પર અટૅક કરવાનો હતો.

sports news sports cricket news indian cricket team pakistan t20 world cup t20 international