ગિલ અને શમીની નેટ-પ્રૅક્ટિસ થઈ વાઇરલ

21 October, 2024 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅટર શુભમન ગિલ અને બોલર મોહમ્મદ શમીની પ્રૅક્ટિસના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. ગળાની ઇન્જરીને કારણે પહેલી ટેસ્ટમાં ન રમી શકનારા શુભમન ગિલ ભારતની હાર બાદ બૅન્ગલોરની પિચ પર જબરદસ્ત પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

બૅટર શુભમન ગિલ અને બોલર મોહમ્મદ શમીની પ્રૅક્ટિસ

ન્યુ ઝીલૅન્ડ સામેની કારમી હાર વચ્ચે ભારતીય ક્રિકેટના બે સ્ટાર ક્રિકેટર ભારે ચર્ચામાં છે. બૅટર શુભમન ગિલ અને બોલર મોહમ્મદ શમીની પ્રૅક્ટિસના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. ગળાની ઇન્જરીને કારણે પહેલી ટેસ્ટમાં ન રમી શકનારા શુભમન ગિલ ભારતની હાર બાદ બૅન્ગલોરની પિચ પર જબરદસ્ત પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. 

શુભમન ગિલ

પગની સર્જરીને કારણે વન-ડે વર્લ્ડ કપ બાદથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરવાની રાહ જોઈ રહેલો બોલર મોહમ્મદ શમી સામે છેડેથી ગિલની સામે બોલિંગ કરતો પણ જોવા મળ્યો હતો.

મોહમ્મદ શમી

બૅન્ગલોર ટેસ્ટ દરમ્યાન મોહમ્મદ શમી કોચિંગ-સ્ટાફ સાથે પોતાની ફિટનેસ અને સ્કિલ પર કામ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઑસ્ટ્રેલિયા સામેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝમાં મોહમ્મદ શમીની ટીમમાં એન્ટ્રી કરાવવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. 

shubman gill mohammed shami india new zealand border-gavaskar trophy australia world cup test cricket cricket news sports news sports social media viral videos