રોહિત ઍન્ડ કંપનીએ મુંબઈ ટેસ્ટ માટે પચીસ નેટ-બોલર્સ સાથે પ્રૅક્ટિસ કરી

31 October, 2024 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક નવેમ્બરથી આયોજિત સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ માટે ગઈ કાલે પહેલા પ્રૅક્ટિસ-સેશનમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર્સ, બૅટ્સમેન અને ખાસ કરીને સ્પિનર્સે પ્રદર્શનને સુધારવા માટે ઘણો પરસેવો પાડ્યો હતો

પ્રૅક્ટિસ-સેશન પહેલાં ગઈ કાલે વાનખેડેમાં થઈ કોચિંગ-સ્ટાફ, ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને પ્લેયર્સની મીટિંગ.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક નવેમ્બરથી આયોજિત સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ માટે ગઈ કાલે પહેલા પ્રૅક્ટિસ-સેશનમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર્સ, બૅટ્સમેન અને ખાસ કરીને સ્પિનર્સે પ્રદર્શનને સુધારવા માટે ઘણો પરસેવો પાડ્યો હતો; કારણ કે ત્રીજી ટેસ્ટમાં પણ સ્પિન-ફ્રેન્ડ્લી પિચ હોવાની ચર્ચા છે.

નેટ્સમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી કોહલીએ.

ભારતીય ટીમે આ પ્રૅક્ટિસ સેશન માટે પચીસ જેટલા નેટ-બોલર્સને બોલાવ્યા હતા, જેમાં સ્થાનિક સ્પિનર્સ અને ફાસ્ટ બોલરોનું સારું મિશ્રણ હતું. વિરાટ કોહલીથી મોહમ્મદ સિરાજ સુધીના પ્લેયર્સે ત્રણ કલાક સુધી પ્રૅક્ટિસ કરી હતી, જેમાં દરેક પ્લેયર્સે લાંબા સમય સુધી બૅટિંગ કરી હતી. મહેમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે પણ ત્રીજી ટેસ્ટ માટે વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે નેટ-પ્રૅક્ટિસ કરી હતી.

india new zealand wankhede virat kohli mohammed siraj rohit sharma indian cricket team mumbai cricket news sports news sports