03 October, 2024 11:00 AM IST | kanpur | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ, મોહમ્મદ સિરાજ
ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ-સિરીઝ સમાપ્ત થયા પછી બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ આપવાની પરંપરા જાળવી રાખી છે. કાનપુર ટેસ્ટ બાદ ગ્રીન પાર્ક સ્ટેડિયમના ડ્રેસિંગરૂમમાં ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે પોતાની સ્પીચમાં બે મૅચની સિરીઝ દરમ્યાન કૅપ્ટન રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, મોહમ્મદ સિરાજ અને કે. એલ. રાહુલની ઉત્કૃષ્ટ ફીલ્ડિંગની પ્રશંસા કરી હતી.
IND vs BAN: જોકે રોહિત અને રાહુલ અવૉર્ડ મેળવવાથી ચૂકી ગયા અને ફીલ્ડિંગ-કોચે યશસ્વી અને સિરાજને ઇમ્પૅક્ટ ફીલ્ડર્સ ઑફ ધ સિરીઝ જાહેર કર્યા. બન્ને ખેલાડીઓએ મેદાન પર જોરદાર પ્રભાવ પાડીને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યશસ્વીએ આ સિરીઝમાં ચાર, જ્યારે સિરાજે બે કૅચ પકડ્યા છે.