08 October, 2024 12:00 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી અને સૂર્યકુમાર યાદવ
લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ લગભગ ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં પુનરાગમન કરીને બંગલાદેશ સામે ચાર ઓવરમાં ૩૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ૩૩ વર્ષના આ સ્પિનરે કહ્યું હતું કે ‘ટીમમાં પરત ફરીને સારું લાગે છે. હું ઇમોશનલ હતો અને એ મને પુનર્જન્મ જેવું લાગ્યું. IPL પછી હું કેટલીક ટુર્નામેન્ટ રમ્યો અને આર. અશ્વિન સાથે તામિલનાડુ પ્રીમિયર લીગ જીત્યો એનાથી મારું મનોબળ વધ્યું. સાઇડ સ્પિનને બદલે ઓવરસ્પિન પર ફોકસ કરવું ફાયદાકારક સાબિત થયું. એ સ્પિન બોલિંગનું એક સૂક્ષ્મ ટેક્નિકલ પાસું છે, પરંતુ મને એમાં નિપુણતા મેળવવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો. મેં શક્ય એટલી વધુ ઘરેલુ ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપી અને એનાથી મને મદદ મળી.’