બંગલાદેશી કૅપ્ટન પોતાની ટીમ માટે કહે છે... અમારા બૅટર્સને ખબર નથી કે ૧૮૦ રન કેવી રીતે બનાવવા

08 October, 2024 12:02 PM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

હાર બાદ બંગલાદેશી કૅપ્ટને કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી T20 ફૉર્મેટમાં સારું રમ્યા નથી, પરંતુ હું માનું છું કે અમારી એટલી ખરાબ ટીમ નથી. અમારા બૅટિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું નથી.

કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ૨૭ રન ફટકાર્યા હતા

ગ્વાલિયરમાં રમાયેલી T20 મૅચમાં બંગલાદેશની ટીમ ૧૨૭ રને ઑલઆઉટ થઈ હતી. ઑલરાઉન્ડર મહેદી હસન મિરાઝ (૩૫ રન) અને કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતો (૨૭ રન) સિવાય કોઈ ઝળક્યું નહોતું. આ હાર બાદ બંગલાદેશી કૅપ્ટને કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી T20 ફૉર્મેટમાં સારું રમ્યા નથી, પરંતુ હું માનું છું કે અમારી એટલી ખરાબ ટીમ નથી. અમારા બૅટિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું નથી. અમારી પાસે ક્ષમતા છે પણ અમારે આવડત પર કામ કરવું પડશે. અમારા બૅટ્સમેનોને ખબર નથી કે ૧૮૦ રન કેવી રીતે બનાવાય, કારણ કે અમને ઘરઆંગણે આવી પિચો મળતી નથી. હું પિચને જવાબદાર નથી માનતો, પરંતુ અમારે કુશળતા અને માઇન્ડસેટ પર કામ કરવું પડશે.’ ‍

બીજી મૅચ ૯ ઑક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી મૅચ ૧૨ ઑક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

india bangladesh madhya pradesh t20 international cricket news sports news sports