25 September, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહના હાથ પર God’s Planનું ટેટૂ
IPL 2024 દરમ્યાન વિરાટ કોહલી અને રિન્કુ સિંહને કારણે God’s Plan શબ્દો ભારે ચર્ચામાં રહ્યા હતા. ભારતના સ્ટાર બૅટર રિન્કુ સિંહને આ શબ્દો એટલા બધા ગમી ગયા કે તેણે God’s Planનું ટૅટૂ પોતાના ડાબા હાથ પર પડાવ્યું હતું. સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરીને તેણે દિલ્હીના ટૅટૂ-કલાકારનો આભાર માન્યો હતો. આ ટૅટૂમાં પાંચ બિંદુઓ જોવા મળી રહ્યાં છે જેને ફૅન્સ IPL 2023માં યશ દયાલ સામે ફટકારેલી પાંચ સિક્સર સાથે સરખાવી રહ્યા છે. રિન્કુના જમણા હાથ પર કબૂતર અને વૉચનું ટૅટૂ પણ છે. વૉચમાં તેણે બપોરે ૨.૨૦ વાગ્યાના સમયનું ટૅટૂ બનાવ્યું હતું, કારણ કે એ જ સમયે તેને ઑક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.