ઑસ્ટ્રેલિયામાં ફિટ રહેવા માટે તમારે સ્માર્ટ બનવું પડશે, ભારતમાં વધુ ઓવર્સની પ્રૅક્ટિસ સારી રહેશે

01 October, 2024 09:13 AM IST  |  kanpur | Gujarati Mid-day Correspondent

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું...ચોથા દિવસની રમત પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં ફિટ રહેવા માટે તમારે સ્માર્ટ બનવું પડશે

જસપ્રીત બુમરાહ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ધીમે-ધીમે ઘરેલુ સિરીઝમાં તેના કામનો બોજ વધારી રહ્યો છે, કારણ કે તે જાણે છે કે ઑસ્ટ્રેલિયામાં રમાનારી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝમાં તેણે ઘણી બોલિંગ કરવી પડશે. (IND vs BAN) બુમરાહે ચોથા દિવસની રમત પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં ફિટ રહેવા માટે તમારે સ્માર્ટ બનવું પડશે. એથી ઘરેલુ સિરીઝમાં થોડી વધુ ઓવર્સ કરવી સારી રહેશે, કારણ કે ત્યાં ઘણી બોલિંગ કરવી પડશે.’ બાવીસમી નવેમ્બરથી ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે તેણે કહ્યું હતું કે મારું ફેવરિટ ફૉર્મેટ ટેસ્ટ છે, હું એમાં મારું સર્વશ્રેષ્ઠ આપવા માગું છું.

 કાનપુર ટેસ્ટમાં બીજા અને ત્રીજા દિવસે રમત રદ થવાને કારણે આરામ કરનાર આ ભારતીય ફાસ્ટ બોલરે બંગલાદેશ સામે પહેલી ઇનિંગ્સમાં ૧૮ ઓવર ફેંકીને ૫૦ રન આપ્યા હતા. સાત મેઇડન ઓવર ફેંકનાર આ બોલરે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. 

jasprit bumrah indian cricket team india banglade kanpur australia test cricket cricket news sports news sports