T20 ફૉર્મેટમાં હાઇએસ્ટ ક્લીન સ્વીપ અને સૌથી વધારે ૨૦૦ રનનો સ્કોર ટીમ ઇન્ડિયાનો

14 October, 2024 10:39 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ભારતે ઇંગ્લૅન્ડની સમરસેટ કાઉન્ટી ક્લબ (૩૬ વાર) સાથે આ રેકૉર્ડની બરાબરી કરી હતી. ભારતીય ટીમ ત્રણ કે એથી વધુ મૅચવાળી દ્વિપક્ષી T20 સિરીઝમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરનારી ટીમ પણ બની છે.

બંગલાદેશ સામે ત્રણ T20 મૅચની સિરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કર્યા બાદ જીતની ઉજવણી કરતા ભારતીય ક્રિકેટર્સ.

બંગલાદેશ સામે ત્રણ મૅચની T20 સિરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કરનારી ભારતીય ટીમે હૈદરાબાદની મૅચમાં અનેક કીર્તિમાન પોતાના નામે કર્યાં છે. આ મૅચમાં ICCની ફુલ મેમ્બર ટીમ તરીકે હાઇએસ્ટ ૨૯૭ રનનો સ્કોર કરનાર ભારતીય ટીમ મેન્સ T20 ક્રિકેટમાં સૌથી વધારે ૩૭ વાર ૨૦૦ પ્લસ રનનો સ્કોર કરનારી ટીમ બની છે. આ પહેલાં ભારતે ઇંગ્લૅન્ડની સમરસેટ કાઉન્ટી ક્લબ (૩૬ વાર) સાથે આ રેકૉર્ડની બરાબરી કરી હતી. ભારતીય ટીમ ત્રણ કે એથી વધુ મૅચવાળી દ્વિપક્ષી T20 સિરીઝમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરનારી ટીમ પણ બની છે. ભારતીય ટીમે ૩૪ દ્વિપક્ષી T20 સિરીઝમાં ૧૦ વાર ક્લીન સ્વીપ કરી છે.

મેન્સ T20 ક્રિકેટમાં સૌથી વધુ ૨૦૦ પ્લસ સ્કોરનો રેકૉર્ડ
ભારત    ૩૭ વાર
સમરસેટ કાઉન્ટી ક્લબ    ૩૬ વાર
ચેન્નઈ સુપર કિંગ્સ    ૩૫ વાર
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ    ૩૫ વાર
યૉર્કશર કાઉન્ટી ક્લબ    ૩૧ વાર

દ્વિપક્ષી T20 સિરીઝમાં સૌથી વધારે ક્લીન સ્વીપ
ભારત    ૩૪ સિરીઝમાંથી ૧૦ વાર
પાકિસ્તાન    ૩૧ સિરીઝમાંથી ૮ વાર
અફઘાનિસ્તાન    ૧૬ સિરીઝમાંથી ૬ વાર
આૅસ્ટ્રેલિયા    ૨૫ સિરીઝમાંથી પાંચ વાર
ઇંગ્લૅન્ડ    ૨૬ સિરીઝમાં ચાર વાર

india bangladesh t20 international hyderabad indian cricket team cricket news sports sports news