02 October, 2024 12:20 PM IST | kanpur | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ ટીમ
ચેન્નઈમાં પહેલી ટેસ્ટ હાર્યા બાદ બંગલાદેશી ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં પોતાનું પાંચમું સ્થાન ગુમાવી દીધું હતું, પણ શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝમાં મળેલી હારથી ત્રીજા સ્થાનનું ન્યુ ઝીલૅન્ડ સાતમા ક્રમે સરકી ગયું અને બંગલાદેશ એક સ્થાનના ફાયદા સાથે ટૉપ-ફાઇવમાં ફરી પહોંચી ગયું હતું, પણ કાનપુર ટેસ્ટમાં હાર સાથે બંગલાદેશની ટીમ ૩૪.૩૮ પૉઇન્ટ ટકાવારી સાથે સાતમા સ્થાને પહોંચી છે.
IND vs BAN: WTCની આ સીઝનમાં અગિયાર મૅચમાંથી આઠ જીત, બે હાર અને એક ડ્રૉ સાથે ભારતીય ટીમ ૭૪.૨૪ની પૉઇન્ટ ટકાવારી સાથે ટોચ પર યથાવત્ છે. જો ભારતીય ટીમ આ મહિનામાં ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૩-૦થી જીત મેળવશે તો ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં જ ભારતીય ટીમ WTCની ફાઇનલમાં ત્રીજી વાર એન્ટ્રી મારશે.
WTCમાં દરેક ટીમની પૉઇન્ટ ટકાવારી
ભારત - ૭૪.૨૪
ઑસ્ટ્રેલિયા - ૬૨.૫૦
શ્રીલંકા - ૫૫.૫૬
ઇંગ્લૅન્ડ - ૪૨.૧૯
સાઉથ આફ્રિકા - ૩૮.૮૯
ન્યુ ઝીલૅન્ડ - ૩૭.૫૦
બંગલાદેશ - ૩૪.૩૮
પાકિસ્તાન - ૧૯.૦૫
વેસ્ટ ઇન્ડીઝ - ૧૮.૫૨