27 September, 2024 12:58 PM IST | kanpur | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયર
ગઈ કાલે ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરે ટીમમાં વાઇસ-કૅપ્ટનના ખાલી પદ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટનની કોઈ જરૂર નથી. આ ટીમમાં ઘણા કૅપ્ટન છે. અમારા યુવા ખેલાડીઓની વિચારસરણી સિનિયર ખેલાડીઓ જેવી છે અને જ્યારે ડ્રેસિંગ રૂમમાં વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ હોય છે ત્યારે શીખવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે.’
IND vs BAN: પ્લેઇંગ ઇલેવન પર વાત કરતાં અભિષેકે કહ્યું હતું કે ‘પિચની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં લેતાં પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી રસપ્રદ રહેશે. આપણે સવારે સંજોગો જોવા પડશે, કારણ કે ટેસ્ટ-ક્રિકેટમાં પિચની સ્થિતિ અને પ્રકૃતિ ઘણી મહત્ત્વની હોય છે.’૪૦ વર્ષના આ ભૂતપૂર્વ ભારતીય બૅટરે આશા વ્યક્ત કરી હતી કે કે. એલ. રાહુલ સહિતના સ્ટાર ખેલાડીઓ ફૉર્મમાં પરત ફરશે.