ટૉપ ઑર્ડરના બૅટર્સ ફાળો નથી આપી રહ્યા તો લોઅર ઑર્ડરને કેમ દોષ દેવો?

31 December, 2024 09:06 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

મેલબર્ન ટેસ્ટના પાંચમા દિવસે ટૉપ ઑર્ડરના મોટા ભાગના બૅટર્સ ફ્લૉપ ગયા બાદ લોઅર ઑર્ડર મેદાન પર અંત સુધી ટકી રહીને મૅચને ડ્રૉ સુધી લઈ જઈ શક્યો નહોતો.

સુનીલ ગાવસકર, રોહિત શર્મા, વિરાટ કોહલી

મેલબર્ન ટેસ્ટના પાંચમા દિવસે ટૉપ ઑર્ડરના મોટા ભાગના બૅટર્સ ફ્લૉપ ગયા બાદ લોઅર ઑર્ડર મેદાન પર અંત સુધી ટકી રહીને મૅચને ડ્રૉ સુધી લઈ જઈ શક્યો નહોતો. ભારતે ઑલમોસ્ટ ૯૨ ઓવરમાં ૩૪૦ રન કરવાના હતા, પણ ટીમ ૭૯.૧ ઓવરમાં ૧૫૫ રનમાં સમેટાઈ ગઈ હતી. જો ભારતીય બૅટર્સ હજી ૧૩ ઓવર અડીખમ રહ્યા હોત તો મૅચ ડ્રૉ થઈ શકી હોત.

સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘બધું પસંદગીકારો પર નિર્ભર છે. અપેક્ષિત યોગદાન આવ્યું નથી. ટૉપ ઑર્ડરે જ યોગદાન આપવાનું હોય છે. જો ટૉપ ઑર્ડરના બૅટ્સમેન ફાળો નથી આપી રહ્યા તો નીચલા ક્રમને શા માટે દોષ આપવાનો? સિનિયર પ્લેયર્સે ખરેખર એ યોગદાન આપ્યું નથી જે તેમની પાસેથી આવવું જોઈએ. તેમણે આજે સારી બૅટિંગ કરવાની હતી. ટૉપ ઑર્ડરે યોગદાન આપ્યું નથી એથી જ ભારત આ સ્થાને પહોંચ્યું છે.’

બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં વિરાટ કોહલી ૧૬૭ રન અને રોહિત શર્મા માત્ર ૩૧ રન કરી શક્યો છે.

૨૦૨૪માં રોહિત શર્માનો ટેસ્ટ-રેકૉર્ડ

મૅચ

૧૪

ઇનિંગ્સ

૨૬

રન

૬૧૯

ફિફ્ટી

૦૨

સેન્ચુરી

૦૨

ઍવરેજ

૨૪.૭૬

સ્ટ્રાઇક રેટ

૬૩.૦૩

 

૨૦૨૪માં વિરાટ કોહલીનો ટેસ્ટ-રેકૉર્ડ

મૅચ

૧૦

ઇનિંગ્સ

૧૯

રન

૪૧૭

ફિફ્ટી

૦૧

સેન્ચુરી

૦૧

ઍવરેજ

૨૪.૫૨

સ્ટ્રાઇક રેટ

૬૧.૯૬

 

india australia border gavaskar trophy melbourne rohit sharma virat kohli sunil gavaskar cricket news sports news sports