22 November, 2024 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ટીમ અને IPL મેગા ઑક્શન વિશે મહત્ત્વની વાતો કહી હતી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કૅપ્ટન્સી મળવા બાબતે તેણે કમેન્ટ કરી હતી કે ક્રિકેટમાં વધુ ને વધુ ફાસ્ટ બોલર્સ કૅપ્ટન બનવા જોઈએ.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી હંમેશાં ખૂબ જ પડકારજનક હોય છે. ચારને બદલે પાંચ ટેસ્ટ-મૅચની આ સિરીઝ વધુ સ્પર્ધાત્મક રહેશે.
બોલિંગ-કોચ ડેનિયલ વેટોરી IPL મેગા ઑક્શનમાં જઈ રહ્યો હોવાથી અહીં નહીં હોય પણ તમામ મીટિંગ્સમાં, વાતચીતમાં અને નેટ પ્રૅક્ટિસ દરમ્યાન તે અમારી સાથે હતો. મને નથી લાગતું કે મેગા ઑક્શન પ્લેયર્સનું ધ્યાન ભંગ કરશે.
પોતાની ધરતી પર રમતી વખતે હંમેશાં દબાણ રહે છે. ભારતીય ટીમ ઘણી પ્રતિભાશાળી છે અને એ એક સારો પડકાર હશે, પરંતુ અમારી તૈયારી પણ નક્કર છે.
અમે નૅથન મૅકસ્વીની અને ઉસ્માન ખ્વાજા પાસે સારી શરૂઆતની અપેક્ષા રાખીએ છીએ. બન્ને હરીફ બોલર્સને લાંબા સ્પેલની બોલિંગ કરવા મજબૂર કરે છે. ડેવિડ વૉર્નરની જગ્યા લેવી મુશ્કેલ છે પણ નૅથને ડેવિડની જેમ ૮૦ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવવાની જરૂર નથી, તેણે પોતાની નૅચરલ રમત બતાવવી જોઈએ.