IND vs AUS: એકાએક લથડ્યું મોહમ્મદ શમીની માતાનું સ્વાસ્થ્ય, હૉસ્પિટલમાં દાખલ

19 November, 2023 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શમીની માતા અંજુમ આરાને રવિવારે સવારે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, શમીના મમ્મી નર્વસ ફીલ કરી રહ્યાં હતાં

મહોમ્મદ શમીની ફાઇલ તસવીર

ઑસ્ટ્રેલિયા (IND vs AUS) સામેની ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ (World Cup Final)માં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૪૦ રન બનાવ્યા હતા. આ લક્ષ્યને બચાવવા માટે ભારતને મજબૂત બોલિંગની જરૂર છે. ભારતીય ચાહકોને ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami`s Mother) પર ખૂબ જ ભરોસો છે, જેણે છેલ્લી ચાર મેચમાં 22 વિકેટ લીધી છે. શમીની બોલિંગ પહેલા જ તેમની માતાનું સ્વાસ્થ્ય લથડતા તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

શમીની માતા હૉસ્પિટલમાં

ન્યૂઝ18ના સમાચાર મુજબ, શમીની માતા અંજુમ આરાને રવિવારે સવારે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, શમીના મમ્મી નર્વસ ફીલ કરી રહ્યાં હતાં અને તેથી જ તે ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા. જોકે, તે સ્પષ્ટ નથી કે તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યાં છે કે નહીં. શમીનો નાનો ભાઈ મોહમ્મદ કૈફ હાલમાં મુંબઈમાં છે અને વિજય હજારે ટ્રોફીમાં કોલકાતા તરફથી રમી રહ્યો છે.

ભારત માત્ર 240 રન જ બનાવી શક્યું

મિશેલ સ્ટાર્કની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઑસ્ટ્રેલિયાએ લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની અડધી સદી છતાં રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ (IND vs AUS)ની ફાઇનલમાં ભારતને 240 રનમાં આઉટ કરી દીધું હતું. રાહુલ (107 બોલમાં 66 રન, એક ફોર) અને કોહલી (63 બોલમાં 54 રન)એ ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ભારતને શરૂઆતના આંચકામાંથી ઉગારી લીધું હતું.

જોકે, ઑસ્ટ્રેલિયન બોલરોએ નિયમિતપણે ભારતને આંચકા આપ્યા હતા, જેના કારણે યજમાન ટીમ ક્યારેય સ્કૉર તરફ આગળ વધતી જોવા મળી ન હતી અને આખરે ટીમ 50મી ઑવરના છેલ્લા બોલ પર ચાલી રહેલા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઑલઆઉટ થઈ ગઈ હતી.

mohammed shami world cup india australia cricket news sports sports news