03 October, 2024 10:57 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
માર્નસ લાબુશેન
ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન માર્નસ લબુશેને ભારત સામેની પાંચ મૅચોની ટેસ્ટ-સિરીઝ પહેલાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને ભારતીય ટીમનો સૌથી રસપ્રદ ખેલાડી ગણાવ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે મને રિષભ પંત ખૂબ જ રસપ્રદ લાગે છે, તે ખૂબ જ ખુશખુશાલ અને યોગ્ય ભાવનાથી રમે છે.
IND vs AUS: જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમનો કયો ખેલાડી તમને સૌથી વધુ ચીડવે છે તો લબુશેને રવીન્દ્ર જાડેજાનું નામ લીધું હતું. ૩૦ વર્ષના આ ક્રિકેટરે કહ્યું હતું કે ‘હું મેદાન પર જાડેજાથી ખૂબ જ ચિડાઈ જાઉં છું, કારણ કે તે ખૂબ જ સારો ખેલાડી છે. તે રન બનાવશે અથવા વિકેટ લેશે અથવા શાનદાર કૅચ લેશે. ક્યારેક હું તેનાથી ચિડાઈ જાઉં છું.’