27 December, 2024 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી અને નીતિશ કુમાર રેડ્ડી ચોથી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની વિકેટનો આનંદ વ્યક્ત કરે છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં નિધનથી રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો છે. સાત દિવસનો રાષ્ટ્રીય શોક રહેવાનો છે અને તમામ રાજકીય ઉજવણીઓ બંધ રહેવાની છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ જગતમાં પણ મનમોહન સિંહનાં નિધનથી શોક વ્યાપેલો (IND vs AUS Day 2) જણાઈ રહ્યો છે.
હાથમાં બ્લેક પટ્ટી પહેરીને ઉતર્યા ઇંડિયન ક્રિકેટર્સ
ઇંડિયન ટીમના ખેલાડીઓએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના બીજા દિવસે (IND vs AUS Day 2) આજે શુક્રવારે હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આગમન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેમાં જણાવાયું છે કે, "ભારતીય ટીમે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના માનમાં કાળી પટ્ટીઓ પહેરી છે." ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે 311 રનની લીડ સાથે બીજા દિવસની શરૂઆત કરી હતી.
આજે જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે MCG ખાતે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસે મેદાનમાં આગમન કર્યું ત્યારે તેઓના હાથમાં બ્લેક પટ્ટી જોવા મળી હતી. હાથમાં બ્લેક પટ્ટી પહેરીને ભારતીય ટીમે પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી છે.
ઇન્ડિયન ક્રિકેટર્સે આવું પહેલીવાર કર્યું હોય એવું તો નથી જ. આ પહેલા પણ તેઓએ આ પ્રકારે કોઈને કોઈ હસ્તીઓના નિધન પર કાળી પટ્ટી પહેરીને શ્રદ્ધાંજલિ આપી છે. જ્યારે દેશની કોઈ મોટી હસ્તી કે ક્રિકેટર દુનિયાને અલવિદા કહે છે ત્યારે તે વ્યક્તિની યાદમાં ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરતા હોય છે.
તમને જણાવી દઈએ કે આજે મેચનો બીજો દિવસ છે અને આજની રમત રમતની દિશા નક્કી કરશે. જોકે, આ મેચમાં હજુ લાંબો સમય બાકી છે,
આજના બીજા દિવસની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ (IND vs AUS Day 2) છ વિકેટ સાથે 311 રનની લીડ સાથે બીજા દિવસની શરૂઆત કરી હતી. દિવસના પહેલા જ સેશનમાં ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ ઝડપથી રન બનાવ્યા અને તેનો સ્કોર 450ની પાર થઈ ગયો.
ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (IND vs AUS Day 2)ની ચોથી ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તાજેતરમાં જ ડેબ્યૂ કરનાર સેમ કોન્સ્ટાસે 60, ઉસ્માન ખ્વાજાએ 57 અને માર્નસ લાબુશેને 72 રનનું પરફોર્મન્સ આપ્યું હતું.
જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને 1991ના આર્થિક સુધારાની આગેવાની માટે હરહંમેશ યાદ કરવામાં આવશે. તેમનાં આ નેતૃત્વને કારણે જ બહાર્ટ ડેશ કટોકટીનાં સમયમાંથી બહાર આવી શક્યો. તેમની નીતિઓએ આર્થિક ઉદારીકરણની રજૂઆત કરી, જેણે બહાર્ટ માટે વિકાસની રાહ તૈયાર કરી. હવે આવા દિગ્ગજ નેતાની જ્યારે એક્ઝિટ થઈ છે ત્યારે ભારતીય ક્રિકેટર્સ દ્વારા તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.