મેલબર્નમાં ભારતીય ટીમને પ્રૅક્ટિસ કરવા માટે જૂની, વપરાયેલી અને અસમાન બાઉન્સવાળી પિચ મળી

24 December, 2024 08:58 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ચોથી ટેસ્ટ પહેલાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં વધુ એક વિવાદ ઊભો થયો છે. ભારતીય ટીમે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) તરફથી મળેલી પ્રૅક્ટિસ પિચ માટે અસંતોષ વ્યક્ત કર્યો છે

ઉપર ઑસ્ટ્રેલિયન ટીમને અને નીચે ભારતીય ટીમને મળેલી પ્રૅક્ટિસ-પિચનો ફોટો.

ચોથી ટેસ્ટ પહેલાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં વધુ એક વિવાદ ઊભો થયો છે. ભારતીય ટીમે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) તરફથી મળેલી પ્રૅક્ટિસ પિચ માટે અસંતોષ વ્યક્ત કર્યો છે. ટીમ-મૅનેજમેન્ટે જૂની, વપરાયેલી અને અસમાન બાઉન્સવાળી પિચને રોહિત શર્મા, કે. એલ. રાહુલ અને આકાશ દીપ જેવા ભારતીય પ્લેયર્સની ઇન્જરી માટે જવાબદાર ગણાવી હતી.

પિચ-ક્યુરેટરે આ મામલે કહ્યું હતું કે ‘અમે ટેસ્ટના ત્રણ દિવસ પહેલાં નવી પ્રૅક્ટિસ પિચ પ્રદાન કરવાના સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલનું પાલન કર્યું છે. જો ટીમ એ પહેલાં આવે તો તેઓને એ જ પિચ મળશે જે અમારી પાસે ઉપલબ્ધ હશે. જો તેઓ આજે સવારે આવ્યા હોત તો તેઓ નવી પિચ પર પ્રૅક્ટિસ કરી રહ્યા હોત.’ 

સોશ્યલ મીડિયા પર યજમાન ટીમને મળેલી પ્રૅક્ટિસની નવી ચમકતી પિચ અને મહેમાન ટીમને મળેલી જૂની પિચના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. 

india australia border gavaskar trophy melbourne cricket news sports sports news