ઇંગ્લૅન્ડની ક્રિકેટરે કૉમેન્ટ્રી કરતાં જસપ્રીત બુમરાહને કહ્યો વાંદરો, વિવાદ વકરતા કહ્યું...

16 December, 2024 03:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

IND Vs AUS 3rd Test: ઈશાએ 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી તે ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ પેસર છે. તેણે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી ઇંગ્લૅન્ડ માટે 8 ટૅસ્ટમાં 29 વિકેટ લીધી હતી.

જસપ્રીત બૂમરાહ અને ઈશા ગુહા (તસવીર: સોશિયલ મીડિયા)

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 માં ભારત અને ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટૅસ્ટ મૅચનો (IND Vs AUS 3rd Test) ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. જોકે આ મૅચ ભારતથી દૂર થતી જણાઈ રહી છે કારના કે દિવસના અંતે 51 રને ભારતની ચાર વિકેટ પડી ગઈ છે, પણ ગઈ કાલે મૅચ દરમિયાન એવી ઘટના બની છે કે જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે કારણ કે ઇંગ્લૅન્ડની એક પૂર્વ ક્રિકેટરે ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ પર વંશીય ટિપ્પણી કરી હતી.

ઇંગ્લૅન્ડની પૂર્વ ક્રિકેટર અને આ મૅચની કૉમેન્ટેટર ઈશા ગુહાએ (IND Vs AUS 3rd Test) જસપ્રીત બુમરાહની વંશીય ટિપ્પણી કર્યા બાદ હવે માફી માગી છે. ઈશાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટૅસ્ટના બીજા દિવસે કૉમેન્ટ્રી દરમિયાન બુમરાહ માટે પ્રાઈમેટ (એક પ્રકારનો વાંદરો) એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રાઈમેટનો અર્થ વાંદરો થાય છે. ઈશાની આ ટિપ્પણીથી જ્યારે વિવાદ થયો ત્યારે તેણે બુમરાહની માફી માગી હતી. ઈશા ગુહા હાલની બેસ્ટ મહિલા કોમેન્ટેટરમાંની એક છે. તે વિશ્વભરની લીગ, સિરીઝ અને ICC ટુર્નામેન્ટમાં કૉમેન્ટ્રી કરે છે.

તેણે માફી માગતા કહ્યું “કે જો મારા શબ્દોથી દુઃખ થયું હોય તો મને માફ કરશો”. ઈશાએ બીજા દિવસે ગાબામ બુમરાહની (IND Vs AUS 3rd Test) પ્રશંસા કરતાં તેને `મોસ્ટ વેલ્યૂએબલ પ્રાઈમેટ` કહ્યો હતો. આ પછી ત્રીજા દિવસની રમત શરૂ થતાં જ ઈશાએ તેની ટિપ્પણી માટે માફી માગી લીધી હતી. તેણે કહ્યું, `રવિવારે કૉમેન્ટ્રી દરમિયાન મેં એક શબ્દનો કહ્યો હતો જેના ઘણા અર્થ છે. સૌ પ્રથમ હું તે માટે માફી માગુ છું. જો મેં કંઈક ખોટું કહ્યું હોય અથવા કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો મને માફ કરશો. હું દરેકનું સન્માન કરું છું, જો તમે કૉમેન્ટ્રીની સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ સાંભળશો, તો તમે જોશો કે હું ભારતના આ મહાન ખેલાડીઓની પ્રશંસા કરી રહી હતી. હું સમાનતામાં માનું છું. હું માત્ર બુમરાહની સફળતા અને સિદ્ધિઓ વિશે વાત કરી રહી હતી. મેં કદાચ તેના માટે ખોટો શબ્દ વાપર્યો છે, જેના માટે હું ફરી માફી માગુ છું.` ઈશાએ 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી તે ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ પેસર છે. તેણે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી ઇંગ્લૅન્ડ માટે 8 ટૅસ્ટમાં 29 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે 83 વન-ડેમાં 101 વિકેટ ઝડપી હતી. ઈશાએ T20માં 18 વિકેટ લીધી છે.

મેચના ત્રીજા દિવસની રમતની વાત કરીયે તો વરસાદને લીધે આજની રમત સ્થગિત કરવામાં આવી હતી એટલે હવે ટેસ્ટના બે દિવસ બાકી છે જેમાં ઑસ્ટ્રેલિયાએ (IND Vs AUS 3rd Test) પહેલી ઈનિંગ્સમાં 445 રન કર્યા છે અને ભારત 51-4 ના સ્કોર સાથે પરિશ્રમ કરી રહી છે જેથી હવે ભારત પાસે છ વિકેટ હાથમાં છે જેમાં 394 રનની લીડ પણ છે.

jasprit bumrah indian cricket team cricket news test cricket australia england