22 January, 2025 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં આવી હોઈ શકે છે ભારતીય ટીમની જર્સી.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં નવો વિવાદ ઊભો થઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ ટીમે પોતાની જર્સી પર યજમાન પાકિસ્તાનનું નામ પ્રિન્ટ કરવાનો ઇનકાર કર્યો છે. ICCની ટુર્નામેન્ટ દરમ્યાન દરેક ટીમની જર્સી પર ટુર્નામેન્ટનો લોગો અને યજમાન દેશનું નામ પ્રિન્ટમાં આવે છે. વન-ડે વર્લ્ડ કપ 2023 દરમ્યાન પાકિસ્તાને પણ પોતાની જર્સી પર યજમાન ઇન્ડિયાનું નામ પ્રિન્ટ કરાવ્યું હતું, પણ અહેવાલ અનુસાર દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ રમવાની તૈયારી કરી રહેલી ભારતની ટીમ પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં આ નિયમ તોડી શકે છે. પાકિસ્તાન બોર્ડને આશા છે કે આગામી સમયમાં ICC આ વિશે કડક નિર્ણય લઈને સ્થિતિ સ્પષ્ટ કરશે.