હરાજીમાં કોઈએ ન ખરીદ્યો, રિપ્લેસમેન્ટ બનીને આવ્યો અને ડેબ્યુ મૅચમાં ચમક્યો જેક ફ્રેઝર-મૅકગર્ક

14 April, 2024 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬૦ પ્લસ રન કરી પ્રથમ વાર લખનઉ હાર્યું : બૅન્ગલોરને દસમા ક્રમે પછાડી ૪ પૉઇન્ટ સાથે નવમા ક્રમે પહોંચ્યું દિલ્હી

જેક ફ્રેઝર-મૅકગર્ક

આજની મૅચ- કોલકાતા નાઇટ રાઇડર્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, બપોરે ૩.૩૦ વાગ્યે, કલકત્તા

મુંબઈ ઇન્ડિયન્સ v/s ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, વાનખેડે

આવતી કાલની મૅચ - રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ,   સાંજે ૭.૩૦ વાગ્યે, બૅન્ગલોર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૨૬મી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સના હોમગ્રાઉન્ડ પર દિલ્હી કૅપિટલ્સે એને ૬ વિકેટે હરાવ્યું. પ્રથમ બૅટિંગ કરતાં લખનઉએ ૭ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવ્યા હતા. દિલ્હીએ ૧૮.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. દિલ્હી કૅપિટલ્સનો આ સીઝનનો બીજો વિજય હતો. ૪ પૉઇન્ટ સાથે દિલ્હી પૉઇન્ટ્સ-ટેબલમાં બૅન્ગલોરને પછાડીને નવમા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે બૅન્ગલોર બે પૉઇન્ટ સાથે દસમા ક્રમે છે. IPLમાં ૧૬૦ પ્લસ રન કરી પહેલી વાર હારનાર લખનઉને ચાર મૅચમાં પ્રથમ વાર દિલ્હી સામે હાર મળી હતી. ઈજા બાદ કમબૅક કરી કુલદીપ યાદવ ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

યુવા ભારતીય ક્રિકેટરના દબદબાવાળી ૧૭મી સીઝનમાં ૨૫ મૅચ બાદ કોઈ વિદેશી યુવા ક્રિકેટર ચમક્યો હતો. ૧૧ એપ્રિલે ઑસ્ટ્રેલિયામાં જન્મેલા જેક ફ્રેઝર-મૅકગર્કે જન્મદિવસના બીજા જ દિવસે IPL ડેબ્યુમાં પ્રથમ ફિફ્ટી ફટકારી સૌને ચોંકાવ્યા હતા. બાવીસ વર્ષના જેકે બે ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૩૫  બૉલમાં ૫૫ રન ફટકાર્યા હતા. દિલ્હી માટે ડેબ્યુ પર આ બીજી સૌથી મોટી ઇનિંગ્સ હતી. ગૌતમ ગંભીરે દિલ્હી માટે ડેબ્યુ પર ૫૮ રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે ડેબ્યુમાં નંબર ૩  પર બૅટિંગ કરતાં માઇકલ હસી (૧૧૬*) બાદ સૌથી વધારે રન ફટકાર્યા છે. ઑસ્ટ્રેલિયા માટે ૨૦૧૯માં અન્ડર-19 વર્લ્ડ કપ રમી ચૂકેલા જેકે ઑસ્ટ્રેલિયા માટે ડેબ્યુ કરતા સમયે પણ ફિફ્ટી ફટકાર્યા હતા.

જેકનું નામ આ વર્ષની હરાજીની યાદીમાં પણ હતું. જોકે કોઈએ તેને ખરીદ્યો નહોતો. દિલ્હીનો ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડી ઈજાગ્રસ્ત થતાં દિલ્હી ટીમ મૅનેજમેન્ટે જેકને ૫૦ લાખમાં ટીમમાં સામેલ કર્યો અને મિચલ માર્શના ઈજાગ્રસ્ત થતાં તેના સ્થાને પાવર હિટર જેકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. લિસ્ટ-Aમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકૉર્ડ જેકના નામે છે. તેણે ૨૯ બૉલમાં સદી ફટકારી અને એબી ડિવિલિયર્સનો (૩૧ બૉલ) રેકૉર્ડ તોડ્યો. ઑસ્ટ્રેલિયાનું ભવિષ્ય એવો જેક ૩૮ T20 મૅચમાં ૪૬ ચોગ્ગા અને ૪૦ સિક્સરની મદદથી ૭૦૦ રન ફટકારી ચૂક્યો છે. 

ઉંમર

બૅટ્સમેન

૨૪ વર્ષ, ૨૧૫ દિવસ

શુભમન ગિલ

૨૬ વર્ષ, ૧૮૬ દિવસ

વિરાટ કોહલી

૨૬ વર્ષ, ૧૯૧ દિવસ

રિષભ પંત

૨૬ વર્ષ, ૩૨૦ દિવસ

સંજુ સૅમસન

૨૭ વર્ષ, ૧૬૧ દિવસ

સુરેશ રૈના

delhi capitals lucknow super giants indian premier league sports news sports cricket news