ટ્રેક્ટર વેચીને IND-PAK મેચ જોવા આવ્યો પાકિસ્તાની ફેન, પણ મેચ હારતા થયો લાલ-પીળો

10 June, 2024 02:32 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

ICC World Cup 2024: ઈન્ડિયા પાકિસ્તાન મેચની એક ટિકિટની કિંમત 174,400 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે રૂ. 1.46 કરોડ પહોંચી ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં (ICC World Cup 2024) ગઇકાલે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. ઈન્ડિયા પાકિસ્તાનની મેચની ટિકિટો મેળવવા ક્રિકેટ પ્રેમીઓ દરેક પાર્કરના અખતરા કરીને અનેક વખત વધુ પૈસા આપીને બ્લેકમાં પણ ટિકિટ ખરીદે છે. ટી-20 વર્લ્ડ કપ મેચમાં ગઇકાલની ભારત-પાકિસ્તાન વચ્ચેના આ મહા મુકાબલાની ટિકિટ ખૂબ જ મોંઘી હતી.

ઓનલાઇન વેબસાઇટ પરતો ઈન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન (ICC World Cup 2024) મેચની એક ટિકિટની કિંમત 174,400 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે રૂ. 1.46 કરોડ પહોંચી ગઈ હતી. જો કે તે વચ્ચે ચર્ચા છે તે પાકિસ્તાનના એક ફૅનની જેણે મોંઘી ટિકિટ ખરીદવા પોતાનો ટ્રેકટર પણ વેચી દીધો, પણ ભારત સામે પાકિસ્તાનની હાર થતાં તે ખૂબ જ નિરાશ અને નારાજ થયો હતો. આ સાથે તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમની નિંદા પણ કરી હતી.

પાકિસ્તાનથી મેચ જોવા આવેલા એક ચાહકે કહ્યું કે, "મેં 3000 ડોલર એટલે કે લગભગ 2.5 લાખ રૂપિયાની ટિકિટ ખરીદીને મેચ જોવા માટે આવ્યો છું. આ ટિકિટ ખરીદવા માટે મેં મારુ ટ્રેકટર વેચી દીધું છે. ઈન્ડિયાનો સ્કોર જોઈને દરેક પાકિસ્તાનના ફેન્સને (ICC World Cup 2024) ટીમના જીતવાની ખાતરી થઈ ગઈ હતી. મેચ પાકિસ્તાનના હાથમાં હતી, પરંતુ કેપ્ટન બાબર આઝમની વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનના ચાહકો એકદમ નિરાશ થઈ ગયા હતા. હું ભારતીય ટીમને તેમની જીત માટે અભિનંદન આપું છું, પરંતુ પાકિસ્તાની ટીમની હારથી હું ખુબ જ નિરાશ છું." પાકિસ્તાનના ફેન જ્યારે આ બધુ બોલી રહ્યો હતો ત્યારે ભારતીય ફેન્સ ઇંડિયાના જીતનો આનંદ માણી રહ્યા હતા.

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં, પાકિસ્તાન ટૉસ જીતી જતાં ભારતને પહેલી બેટિંગ મળી હતી. જેમાં ઈન્ડિયા 119 રન ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી પાકિસ્તાન સામે 120 રનનો ટાર્ગેટ હતો જે વધુ મુશ્કેલ ન હતું એવું લાગતું હતું. મેચની બીજી ઈનિંગ્સમાં 14મી ઓવર સુધી પાકિસ્તાન તેમની જોરદાર બેટિંગ સાથે મજબૂત સ્થિતિમાં હતું. આ દરમિયાન ભારતના ફેન્સ નિરાશ થઈ ગયા હતા, પરંતુ ત્યાર પછી ભારતીય બૉલરોએ (ICC World Cup 2024) કમાલ કરી અને ભારતને મેચ જીતાવી દીધી ભારત અને આ મેચ ભારતે છ રનથી જીતી લીધી હતી. પાકિસ્તાનની આવી હાર બાદ પાકિસ્તાનના ફેન્સ એકદમ નિરાશ થઈ ગયા હતા.

ભારતના બૉલર જસપ્રિત બુમરાહે (ICC World Cup 2024) 15મી ઓવરમાં વિકેટ્સ લઈને મેચને ભારત તરફ વાળી હતી. બુમરાહએ સેટ થઈ ગયેલા બેટર રિઝવાનને બોલ્ડ કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ પણ પાકિસ્તાનના બેટરને આઉટ કરીને છ રનથી જીત મેળવી લીધી હતી.

t20 world cup indian cricket team pakistan cricket news t20 sports news sports