૧૦ સપ્ટેમ્બરે મુંબઈમાં આવશે મહિલા T20 વર્લ્ડ કપ ટ્રોફી

06 September, 2024 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે મલાડના ઇન્ફિનિટી મૉલમાં ફૅન્સને મળશે ટ્રોફી જોવાની તક

મહિલા T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી

આજે મહિલા T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી ભારત પહોંચશે. આજે ટ્રોફી બૅન્ગલોર પહોંચશે જ્યાં ૭ અને ૮ સપ્ટેમ્બરે નેક્સસ મૉલમાં લોકો ટ્રોફીનાં સાક્ષાત દર્શન કરી શકશે. ટ્રોફી ૧૦ સપ્ટેમ્બરે માયાનગરી મુંબઈમાં આવશે. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે મુંબઈના મલાડમાં ઇન્ફિનિટી મૉલમાં ક્રિકેટ ફૅન્સ આ ચમકતી ટ્રોફીને નિહાળી શકશે. ભારત બાદ ટ્રોફી શ્રીલંકા અને પછી બંગલાદેશ જશે. એ પછી એ UAE પાછી ફરશે જ્યાં ત્રીજી ઑક્ટોબરથી ટુર્નામેન્ટ રમાવાની છે.

t20 world cup india mumbai cricket news sports sports news