વિમેન્સ T20 વર્લ્ડ કપની ઇનામી રકમમાં ૨૨૫ ટકાનો તોતિંગ વધારો

19 September, 2024 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં પુરુષો જેટલા જ પૈસા મળશે : મહિલા ક્રિકેટરો પર થશે ૭૯,૫૮,૦૮૦ અમેરિકન ડૉલરની ધનવર્ષા

મુંબઈમાં ટ્રોફી ટૂર દરમ્યાન મહિલા T20 વર્લ્ડ કપની ટ્રોફી

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) મંગળવારે જાહેરાત કરી હતી કે આગામી વિમેન્સ T20 વર્લ્ડ કપથી હવે પુરુષ અને મહિલા ક્રિકેટર્સને વર્લ્ડ કપમાં સમાન ઇનામી રકમ આપવામાં આવશે. વિમેન્સ T20 વર્લ્ડ કપની ઇનામી રકમમાં લગભગ ૨૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની કુલ ઇનામી રકમ હવે ૭૯,૫૮,૦૮૦ અમેરિકન ડૉલર (લગભગ ૬૬ કરોડ રૂપિયા) હશે જે 2023 વર્લ્ડ કપમાં ૨૪.૫૦ લાખ ડૉલર (લગભગ ૨૦.૫૨ કરોડ રૂપિયા) હતી.

મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા બનતાં ભારતીય ટીમને ૨૪.૫૦ લાખ ડૉલરની રકમ મળી હતી. આ વર્ષે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં વિજેતા અને રનર-અપ ટીમની ઇનામી રકમમાં ૧૩૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ચૅમ્પિયન ટીમને ૨૩.૪૦ લાખ ડૉલરની રકમ મળશે, જે પહેલાં ૧૦ લાખ ડૉલર હતી. રનર-અપ ટીમની ઇનામી રકમ ગયા વર્ષે પાંચ લાખ ડૉલરની હતી હવે એ વધીને ૧૧.૭૦ લાખ ડૉલરની થઈ છે. 

t20 world cup t20 cricket news sports sports news international cricket council india indian cricket team indian womens cricket team