ઑસ્ટ્રેલિયાની દબદબાભેર શરૂઆત

13 February, 2023 02:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડને ૯૭ રનથી હરાવ્યું

એશલે ગાર્ડનરે ૧૨ રન આપીને લીધી હતી પાંચ વિકેટ.

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ ન્યુ ઝીલૅન્ડને ૯૭ રનથી હરાવીને શાનદાર પ્રારંભ કર્યો હતો. ૨૦૨૦માં આઇસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ફાઇનલ બાદ અલીઝા હીલીએ શાનદાર ૫૫ રન કર્યા હતા, જે આ ટુર્નામેન્ટનો તેનો સર્વોચ્ચ સ્કોર હતો. એ ઉપરાંત કૅપ્ટન મૅગ લૅનિંગે ૪૧ અને એલીસ પેરીએ ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. શનિવારે રમાયેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૯ વિકેટે કુલ ૧૭૩ રન કર્યા હતા. જવાબમાં ન્યુ ઝીલૅન્ડની ટીમની શરૂઆત ખરાબ થઈ હતી. સુઝી બૅટ્સ પહેલા જ બૉલમાં આઉટ થઈ ગઈ એ પછી ન્યુ ઝીલૅન્ડે સમયાંતરે વિકેટ ગુમાવતાં સમગ્ર ટીમ ૧૪ ઓવરમાં માત્ર ૭૬ રન બનાવી શકી હતી. એશલે ગાર્ડનરે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતાં ૧૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાઈ હતી. પાંચ વખત ચૅમ્પિયન રહેનાર ઑસ્ટ્રેલિયન ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. 

sports news sports cricket news test cricket australia new zealand t20 world cup t20