હરમનપ્રીત કૌરે વિમેન્સ વન-ડે બૅટર્સના રૅન્કિંગમાં ટૉપ-ટેનમાં ફરી એન્ટ્રી મારી

06 November, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝ બાદ ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે વિમેન્સ વન-ડે બૅટર્સના રૅન્કિંગમાં ટૉપ-ટેનમાં ફરી સ્થાન મેળવી લીધું છે

હરમનપ્રીત કૌર

ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝ બાદ ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે વિમેન્સ વન-ડે બૅટર્સના રૅન્કિંગમાં ટૉપ-ટેનમાં ફરી સ્થાન મેળવી લીધું છે. ન્યુ ઝીલૅન્ડ સામે છેલ્લી બે વન-ડેમાં ૮૩ રન ફટકારનારી હરમને ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. તેણે એક સ્થાનનું નુકસાન ભોગવનાર ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન સોફી ડિવાઇન સાથે નવમા ક્રમે સંયુક્ત રૅન્કિંગ મેળવ્યું છે. અમદાવાદમાં રમાયેલી વન-ડે સિરીઝમાં સેન્ચુરી સહિત ૧૦૫ રન ફટકારનાર વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના ચોથા નંબરે યથાવત્ છે.

harmanpreet kaur indian womens cricket team smriti mandhana india new zealand ahmedabad test cricket cricket news sports sports news