08 July, 2024 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ ઈન્ડિયાને 125 કરોડનો ઈનામનો ચેક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક ભવ્ય વિજય પરેડ બાદ સોંપવામાં આવ્યો હતો. (તસવીર સૌજન્ય: આઇસીસી સોશિયલ મીડિયા)
આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ખિતાબ જીત્યા બાદ જ્યારે ટીમ ઈન્ડિયા ગુરુવારે ભારત પછી ફરી હતી. અનેક વર્ષોના લાંબા ઈન્તઝાર બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમે દેશનું વર્લ્ડ (ICC T-20 World Cup 2024 Winner) કપ ટ્રોફી જીતવાનું સપનું પૂર્ણ કર્યું હતું. ટીમ ઈન્ડિયાની કુશળતા માટે દરેક ખેલાડીઓ સહિત દરેક મદદ સ્ટાફ પર પણ જાણે પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હોય એમ કરોડો રૂપિયાની પ્રાઇઝ મની પણ આપવામાં આવી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા ખેલાડીઓને આપવામાં આવેલી 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ લોકો વચ્ચે મોટી ચર્ચાનો વિષય બની ગયો છે.
ટીમ ઈન્ડિયાને આ 125 કરોડનો ઈનામનો ચેક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (ICC T-20 World Cup 2024 Winner) ખાતે એક ભવ્ય વિજય પરેડ બાદ સોંપવામાં આવ્યો હતો. આ અધધધ! રકમ ખેલાડીઓ વચ્ચે કઈ રીતે વહેંચવામાં આવશે અને એક વ્યક્તિ પાસે કેટલી રકમ જશે? એવા અનેક પ્રશ્નો તમારા પણ મનમાં ઉપસ્થિત થતાં હશે. તો ચાલો જાણીએ આ રકમ કેમ કેવી રીતે ટીમના ખેલાડીઓ સહિત બીજા સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે.
આ સાથે શુક્રવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (ICC T-20 World Cup 2024 Winner) પણ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ માટે 11 કરોડ રૂપિયાની રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ જાહેરાત વિધાન ભવનમાં કરવામાં આવી હતી જ્યાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
તો આ બધી ઈનામની રકમ (ICC T-20 World Cup 2024 Winner) કઈંક આ રીતે વહેંચાશે. રિપોર્ટ અનુસાર, મેચ દરમિયાન બેન્ચ પર બેઠેલા ખેલાડીઓ સહિત તમામ ખેલાડીઓને પાંચ પાંચ કરોડ રૂપિયા મળશે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને પણ સમાન રકમ મળશે, જ્યારે અન્ય કોચિંગ સ્ટાફ જેમ કે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કોચને દરેકને બે કરોડ રૂપિયા, હેડ સિલેક્ટર અજીત અગરકર અને સિલેક્શન સમિતિના અન્ય સભ્યોને એક કરોડ રૂપિયા મળશે. આ સાથે કન્ડીશનીંગ કોચ, ફિઝિયો અને અન્ય સહિત અન્ય સપોર્ટ સ્ટાફને બે કરોડ રૂપિયા અને ટીમ સાથે પ્રવાસ કરી રહેલા ખેલાડીઓ ટ્રાવેલ રિઝર્વ અને રિઝર્વ ખેલાડીઓ - રિંકુ સિંહ, શુભમન ગિલ, અવેશ ખાન અને ખલીલ અહેમદને પણ ઈનામમાંથી એક કરોડ રૂપિયાની રકમ મળશે.
તેમ જ 15 સભ્યોની ટીમના દરેક ખેલાડીને લગભગ પાંચ કરોડ રૂપિયાની ઈનામી રકમ (ICC T-20 World Cup 2024 Winner) મળવાની શક્યતા છે, જ્યારે સપોર્ટ સ્ટાફ અને ચાર રિઝર્વ ખેલાડીઓને પ્રત્યેક એક એક કરોડ રૂપિયા મળી શકે છે. આ સાથે દરેક રાજ્યોની સરકાર પણ તેમના રાજ્યોના ખેલાડીઓને કરોડો રૂપિયાની રકમ આપશે એવી પણ મોટી શક્યતા છે.