કેપ્ટન રોહિત શર્માએ પણ જાહેર કરી રિટાયરમેન્ટ, કોચ રાહુલ દ્રવિડે પ્રતિક્રિયા આપતાં કહ્યું...

30 June, 2024 10:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ICC Men’s T-20I World Cup 2024 Final: રિટાયરમેન્ટને લઈને 37 વર્ષના રોહિત શર્માએ કહ્યું હતું કે તે આ ફાસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે.

રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા

આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ (ICC Men’s T-20I World Cup 2024 Final) મેચમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. જો કે આ મેચ બાદ ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિરાટ કોહલીના પાછળ પાછળ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી છે. રિટાયરમેન્ટને લઈને 37 વર્ષના રોહિત શર્માએ કહ્યું હતું કે તે આ ફાસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે.

હિટમેન શર્માની નિવૃત્તિ (ICC Men’s T-20I World Cup 2024 Final) પર દુનિયાભથી પ્રતિક્રિયાઓ આવી રહી છે, આ સાથે ભારતીય ક્રિકેટ ટીમના હાલના કોચ રાહુલ દ્રવિડે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ દ્રવિડને જ્યારે રોહિત શર્માની શ્રેષ્ઠ ગુણવત્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે રોહિત શર્માને ક્રિકેટર કે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક સારા માણસ તરીકે યાદ રાખશે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે બંને 2021 માં ટીમના કેપ્ટન અને હેડ કોચ બન્યા હતા અને હવે 2024ના ટી-20 વર્લ્ડ સાથે બંનેનો કેપ્ટન અને હેડ કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.

રાહુલ દ્રવિડે રોહિત શર્માની નિવૃત્તિ પર કહ્યું, "હું તેને ક્રિકેટ અને કેપ્ટન તરીકે (ICC Men’s T-20I World Cup 2024 Final) ભૂલી જઈશ અને એક માણસ તરીકે યાદ કરીશ. મને પ્રભાવિત કરે છે કે તે કેવો પ્રકારનો વ્યક્તિ છે, તેણે મને કેવો આદર આપ્યો, તેણે ટીમ માટે કેવા પ્રકારની કાળજી અને પ્રતિબદ્ધતા રાખી, તેણે જે પ્રકારની ઊર્જા ખર્ચી અને ટીમને ક્યારેય પાછળ છોડી નથી. મારી માટે તે વ્યક્તિ હશે જેને હું સૌથી વધુ યાદ કરીશ, તે એક મહાન ક્રિકેટર અને મહાન કેપ્ટન છે."

રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ પણ ટી-20 ફોર્મેટ ક્રિકેટમાંથી (ICC Men’s T-20I World Cup 2024 Final) નિવૃત્તિ જાહેર કરી છે. આ બંને ક્રિકેટરોની નિવૃત્તિને એક યુગનો અંત પણ ગણાવવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડની પણ આ છેલ્લી ટૂર્નામેન્ટ હતી. આ ટૂર્નામેન્ટ બાદ તેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણેય મહાનુભાવોને આનાથી વધુ સારી વિદાય મળી શકે નહી, એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે.

રોહિત શર્માએ તેના ટી-20 ઇન્ટરનેશનલ કરિયરમાં (ICC Men’s T-20I World Cup 2024 Final) 4231 રન બનાવ્યા છે, તે હાલમાં આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો છે, જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટના સૌથી ટી-20 ઇન્ટરનેશનલ કરિયરમાં 4188 રન બનાવ્યા છે અને તે આ યાદીમાં બીજા સ્થાને છે. હવે રાહુલ દ્રવિડ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ટીમનો નવો કોચ બનવાનો છે, જેથી ટી-20 માટે ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન મળશે તે બાબતે જોરદાર ચર્ચા શરૂ થઈ છે.

rohit sharma rahul dravid indian cricket team cricket news t20 world cup t20 international virat kohli sports sports news