ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ડેટ્સ નક્કી થઈ ગઈ?

10 June, 2024 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૮ ક્રિકેટ ટીમના બોર્ડને ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચનો સમય જણાવવામાં આવ્યો છે

ચૅમ્પિયન્સ ટ્રોફી

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચેના ટાઇમ પિરિયડ પર વિચાર કરી રહી છે. અહેવાલો અનુસાર ચૅમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિમાં ૨૦ દિવસમાં ટૉપ ૮ વન-ડે ટીમો વચ્ચે સંગ્રામ થશે. ૮ ક્રિકેટ ટીમના બોર્ડને ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચનો સમય જણાવવામાં આવ્યો છે જેથી તેઓ પોતાની અન્ય સિરીઝ એ અનુસાર શેડ્યુલ કરી શકે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં રમાઈ શકે છે.

champions trophy pakistan international cricket council sports sports news cricket news