midday

અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે ICC અવૉર્ડ જીતવાની હૅટ-ટ્રિક કરી

28 January, 2025 08:33 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

૬ વર્ષમાં ચોથી વાર ICC અમ્પાયર આૅફ ધ યર બન્યા
ઇંગ્લૅન્ડના ૬૧ વર્ષના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ

ઇંગ્લૅન્ડના ૬૧ વર્ષના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇંગ્લૅન્ડના ૬૧ વર્ષના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થને ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેમના ઉત્તમ અમ્પાયરિંગના આધારે ICC અમ્પાયર ઑફ ધ યર અવૉર્ડ એનાયત કર્યો છે. આ તેમનો સળંગ ત્રીજો ICC અવૉર્ડ છે. આ પહેલાં તેમણે ૨૦૧૯, ૨૦૨૨ અને ૨૦૨૩માં પણ આ અવૉર્ડ જીત્યો હતો.

૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે રિચર્ડ ઇલિંગવર્થે ઇંગ્લૅન્ડ માટે નવ ટેસ્ટ-મૅચ અને પચીસ વન-ડે મૅચ પણ રમી હતી. તેમણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦૭ ટેસ્ટ-મૅચ, ૧૬૬ વન-ડે, ૫૧ T20 ઇન્ટરનૅશનલ મૅચ, ૧ મહિલા ટેસ્ટ-મૅચ, ૬ મહિલા વન-ડે અને ૧૪ મહિલા T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ફીલ્ડ અને ટીવી-અમ્પાયરની ભૂમિકા ભજવી છે.

international cricket council england cricket news sports news sports