કમિન્સ ટેસ્ટ અને વન-ડેનો ખેલાડી, ટી૨૦ તેનું કાંઈ બેસ્ટ ફૉર્મેટ નથી

22 December, 2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગિલેસ્પીએ કાંગારૂ કૅપ્ટનને મળેલા ૨૦.૫૦ કરોડના કૉન્ટ્રૅક્ટ બદલ આશ્ચર્ચ વ્યક્ત કર્યું

પૅટ કમિન્સ , જેસન ગિલેસ્પી

આઇપીએલ ઑક્શનમાં પૅટ કમિન્સને મળેલા ૨૦.૫ કરોડના કૉન્ટ્રૅક્ટ બદલ તેના દેશના ભૂતપૂર્વ પેસ બોલર જેસન ગિલેસ્પીએ આશ્ચર્ચ વ્યક્ત કર્યું છે. જોકે તેને મિચલ સ્ટાર્કને મળેલા રેકૉર્ડબ્રેક ૨૪.૭૫ કરોડ બદલ કોઈ અચરજ નથી થઈ રહ્યું.

કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે ઑક્શનમાં ૨૦.૫૦ કરોડમાં ખરીદ્યો હતો. ગિલેસ્પીએ આ વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે ‘પૅટ એક ક્વૉલિટી બોલર અને એક ક્વૉલિટી લીડર છે એ આપણે જોયું છે, પણ મને લાગે છે કે ટી૨૦ તેનું બેસ્ટ ફૉર્મેટ નથી. મને વ્યક્તિગત રીતે લાગે છે કે તે ટેસ્ટ બોલર છે. ટેસ્ટ ક્રિકેટનો તે એક ઉમદા ખેલાડી છે. ટી૨૦માં પણ જોકે એ એક સારો બોલર છે, પણ તેને મળેલી રકમ મારા મતે ખૂબ વધારે છે.’

કમિન્સે ૨૦.૫૦ કરોડ સાથે ઇતિહાસ રચ્યાના કલાકમાં જ મિચલ સ્ટાર્કે ૨૪.૭૫ કરોડ મેળવીને એ ઇતિહાસ તોડી નાખ્યો હતો. ગિલેસ્પીએ જોકે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘મને લાગે છે કે એ એક શાનદાર ખેલાડી છે. એ ખૂબ મોટી રકમ છે. આપણને બધાને ખબર છે કે આઇપીએલ એક ખૂબ મોટી ટુર્નામેન્ટ છે. હું મિચલ માટે ખૂબ ખુશ છું. એ દર્શાવે છે કે ટીમ લેફ્ટી પેસ બોલર અને રાઇટી સ્વિંગ બોલરને કેટલા મહત્ત્વના માને છે.’

cricket news sports news australia t20 world cup