જસપ્રીત બુમરાહે બાળકોને પોતાની કઈ વસ્તુની કૉપી ન કરવાની સલાહ આપી?

22 September, 2024 12:05 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે યુવા ક્રિકેટ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે

જસપ્રીત બુમરાહ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે યુવા ક્રિકેટ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. આ મુદ્દે બુમરાહે કહ્યું હતું કે ‘હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું. જ્યારે હું નાનો હતો ત્યારે ફાસ્ટ બોલિંગનો ચાહક હતો અને હું ટીવીમાં જોઈને બોલિંગ શીખ્યો છું. હું આ રમત સાથે પ્રેમમાં પડ્યો. હવે જ્યારે હું બાળકોને મારી બોલિંગ-સ્ટાઇલની નકલ કરતાં જોઉં છું ત્યારે હું એની ભલામણ કરતો નથી.’

જસપ્રીત બુમરાહને તેની કરીઅરમાં અનોખી બોલિંગ-સ્ટાઇલને કારણે ઘણી વાર ઈજાનો સામનો કરવો પડ્યો છે એથી તે પોતાની બોલિંગ-સ્ટાઇલ બીજા અપનાવે એવી સલાહ નથી આપતો. 

jasprit bumrah india indian cricket team cricket news sports sports news