24 December, 2024 09:56 AM IST | Bloemfontein | Gujarati Mid-day Correspondent
બિગ સ્ક્રીન પર બાળકના જન્મના ગુડ ન્યુઝ જાહેર કરવામાં આવ્યા.
જોહનિસબર્ગના ધ વૉન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડે ખાસ બની ગઈ છે. આ વન-ડેમાં સાઉથ આફ્રિકન ટીમ બ્રેસ્ટ-કૅન્સરની અવેરનેસ માટે પિન્ક જર્સી પહેરીને મેદાન પર ઊતરી હતી. ૨૦૧૩થી હમણાં સુધી આ ટીમે આવી ૧૩ મૅચ રમી છે જેમાંથી નવમાં જીત અને ચારમાં હાર મળી છે.
એક બૉયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડને જાહેરમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું.
પાકિસ્તાનની બૅટિંગ સમયે સ્ટેડિયમમાં લાગેલી બિગ સ્ક્રીન પર એક સમાચાર વાંચીને ક્રિકેટ-ફૅન્સ ચોંકી ગયા હતા. સ્ક્રીન પર મિસ્ટર અને મિસિસ રાબેંગને સ્વસ્થ દીકરાના જન્મ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. મૅચ સમયે સ્ટેડિયમના મેડિકલ સેન્ટરમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. મૅચ દરમ્યાન એક બૉયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડને જાહેરમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું એ ઘટનાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.