07 October, 2024 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પંડ્યા તેના દીકરા સાથે (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતના સ્ટાર ઑલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya shares video) તેના પર્ફોર્મન્સ તેમ જ તેની પત્ની નતાશા સાથેના ડિવોર્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ગઇકાલે ગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પહે ટી-20 મેચ (IND vs BAN 1st T20I) માં ભારતીય ટીમે સાત વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં તેણે 16 બૉલનો સામનો કરીને 39 રનની અણનમ ઈનિંગ રમી હતી અને બૉલ સાથે એક વિકેટ પણ લીધી હતી. પહેલી જીત વદ હવે ટીમ ઈન્ડિયાની નજર બીજી T20 મેચ જીતીને સિરીઝ પર કબ્જો કરવા પર છે. દરમિયાન, હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના દીકરા અગસ્ત્ય અને તેના ભાઈ કૃણાલ પંડ્યાના દીરકા સાથે જોવા મળી રહ્યો છે.
હાર્દિકે પોસ્ટ કરેલા વીડિયો જોઈને તેના ફૅન્સ ખૂબ જ ખુશ થયા છે. ખરેખર, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી (Hardik Pandya shares video) છૂટાછેડા બાદ દીકરા અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળ્યો હતો. હાર્દિકે તેનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે, જેમાં તે તેના દીકરા અગસ્ત્ય અને ભાઈ કૃણાલના પુત્ર સાથે જોવા મળી રહ્યો છે.
આ કોઈ ફંક્શનનો વીડિયો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં હાર્દિક ભાઈ કૃણાલના (Hardik Pandya shares video) દીકરાને પોતાના ખભા પર બેસાડીને સ્ટેજ પ્રોગ્રામ બતાવી રહ્યો છે. આ વીડિયોથી અંદાજો લગાવવામાં આવી રહ્યું છે કે, હાર્દિક એક સ્કૂલ ફંક્શનમાં ગયો છે, જ્યાં જંગલ થીમ પરનો શો બતાવવામાં આવી રહ્યો છે આ વીડિયો જોઈને તેના ફૅન્સ તેના પર કમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના ડિવોર્સની પણ ચર્ચા કરી રહ્યા છે.
તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં હાર્દિક પંડ્યાની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે ટીમ ઈન્ડિયાએ 80 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિકે ફરીથી (Hardik Pandya shares video) 16 બોલમાં અણનમ 39 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગઈ હતી. હાર્દિકે તેની ઇનિંગમાં પાંચ ફોર અને બે સિક્સ ફટકારી હતી. તેણે અંતમાં વિનિંગ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ભારતીય ટીમે 128 રનનો ટાર્ગેટ 12મી ઓવર પૂર્ણ થાય તેના એક બૉલ પહેલા જ પૂરો કરી લીધો હતો અને હવે ટીમ ઈન્ડિયા હવે બીજી જીતની તૈયારીમાં લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ડિવોર્સ બાદ હાર્દિક ડેટ કરી રહ્યા હોવાની પણ અનેક ચર્ચા લોકો વચ્ચે ચાલી રહી છે. હાર્દિક અનન્યા પાંડેને (Hardik Pandya shares video) ડેટ કરવાના સમાચાર આવ્યા હતા તેમ જ તે હાલ જાસ્મિન વાલિયા સાથે હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક હવે જાસ્મિનને ડેટ કરી રહ્યા છે અને બન્ને સાથે રજાઓ મનાવવા માટે ગ્રીસ પણ ગયા હતા એવી તસવીરોથી લોકોએ અંદાજ લગાવ્યો હતો.