"મારી અંદરના પ્રાણીને જગાડશો નહીં, હું ઠીક નથી": હાર્દિક પંડ્યાએ ગુસ્સે થઈને આવું કેમ કહ્યું?

19 October, 2024 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hardik Pandya New Viral Video: હાર્દિક પંડ્યાએ શનિવારે બપોરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સામે બેઠેલા વ્યક્તિના સવાલોના જવાબ આપતો જોવા મળી રહ્યો છે.

હાર્દિક પંડ્યા (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતનો ઑલ રાઉન્ડર સ્ટાર ક્રિકેટર ક્રિકેટ સાથે તેની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ (Hardik Pandya New Viral Video) થયા હતા જેને લઈને બન્નેએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પત્ની સાથે ડિવોર્સ બાદ હાર્દિકના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. જોકે હાલમાં તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે થોડો ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા ભલે હાલમાં રમતથી દૂર હોય પરંતુ તે પોતાને ચર્ચામાં આવવાથી દૂર રાખી શકતો નથી. ક્રિકેટ સિવાય આ સ્ટાર ખેલાડી પણ તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હેડલાઇન્સમાં રહે છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya New Viral Video) સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તાજેતરમાં જ હાર્દિકે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. હવે તેનો એક અલગ જ વીડિયો સામે આવી રહ્યો છે જેમાં તે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. તેનું કેપ્શન પણ ખૂબ જ ખાસ છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની ફૅન ફોલોઇંગ પણ ખૂબ જ મજબૂત છે, તેના સોશિયલ મીડિયા (Hardik Pandya New Viral Video) એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર લગભગ 35.4 મિલિયન ફોલોઅર્સ છે, જે અનેક ક્રિકેટર્સ વધારે છે. આ સંદર્ભમાં, હાર્દિકે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોસ્ટ શૅર કરી છે. જેમાં તે ખૂબ જ ગુસ્સામાં કહેતો જોવા મળે છે કે મારી અંદરના પ્રાણીને જગાડશો નહીં. એટલું જ નહીં, તેણે કેપ્શનમાં લખ્યું કે, `હું ઠીક નથી`. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

હાર્દિક પંડ્યાએ શનિવારે બપોરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સામે બેઠેલા વ્યક્તિના સવાલોના જવાબ આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાને જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના તમામ જવાબ ખોટા હતા. જે બાદ હાર્દિક પંડ્યા ગુસ્સે થઈ જાય છે અને બૂમો પાડે છે કે આ બધું બંધ કરો, મારી અંદરના જાનવરને જગાડો નહીં, આ સાંભળીને ત્યાં હાજર વ્યક્તિ પણ ગભરાઈ જાય છે અને બધું બરાબર કરવા લાગે છે. જોકે આ બધું ગંભીર નહોતું પણ આ બધું મજાક અને ફિલ્મના પ્રમોશન માટે કરવામાં આવ્યું હતું. મારી અંદરના પ્રાણીને જગાડશો નહીં, હાર્દિક પોતે જ પ્રાણી બની ગયો છે અને કહે છે કે હું ઠીક નથી. આ વાતને વિરાજ ઘેલાણીને (Hardik Pandya New Viral Video) મજાકમાં કહી રહ્યો છે.

વાસ્તવમાં આ શૂટનો કૅમેરા પાછળનો વીડિયો હતો. આ સિવાય હાર્દિક પંડ્યા તેની ડ્રેસ સેન્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા કરોડોની કિંમતની કાર અને આલીશાન બંગલાઓનો માલિક છે. જોકે તે હાલની ન્યુઝીલૅન્ડ સામેની ટેસ્ટ (Hardik Pandya New Viral Video) મૅચમાં નથી રમી રહ્યો.

hardik pandya viral videos indian cricket team cricket news sports news sports