midday

હરભજન સિંહે ચૅમ્પિયન્સના સેલિબ્રેશન વિડિયો પર ક્લૅરિફિકેશન આપવું પડ્યું

16 July, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન બન્યા બાદ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ અપંગ અને ઘરડા લોકોની ઍક્શન કરીને નવા બૉલીવુડ સૉન્ગ પર વિડિયો બનાવ્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની પહેલી સીઝનના ચૅમ્પિયન બન્યા બાદ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ અપંગ અને ઘરડા લોકોની ઍક્શન કરીને નવા બૉલીવુડ સૉન્ગ પર વિડિયો બનાવ્યો હતો. આ વિડિયો પર કેટલાક લોકોએ સવાલ ઊભા કરતાં હરભજન સિંહે ગઈ કાલે ક્લૅરિફિકેશન આપવું પડ્યું હતું કે એ વિડિયોમાં અમે બતાવવા માગતા હતા કે નૉન-સ્ટૉપ ૧૫ દિવસ ક્રિકેટ રમ્યા બાદ અમારી હાલત કેવી હતી, અમે અન્ય કોઈ પણ વ્યક્તિની મજાક ઉડાવવાની આશાથી આ વિડિયો બનાવ્યો નહોતો.

Whatsapp-channel
harbhajan singh india viral videos yuvraj singh suresh raina cricket news sports sports news